મેદાન પર રડનાર ડી વિલિયર્સે આપ્યું અજીબોગરીબ નિવેદન - કહ્યું - વર્લ્ડ કપ કરતા શાનદાર છે IPL!

ડી વિલિયર્સના મતે - વર્લ્ડ કપ કરતા પણ શાનદાર ટૂર્નામેન્ટ છે IPL!

ડી વિલિયર્સનું આ નિવેદન ઘણું અજીબ છે કારણ કે આ ખેલાડી 2015ના વર્લ્ડ કપમાં પરાજય પછી મેદાનમાં રડી રહ્યો હતો

 • Share this:
  ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં સાવ ખરાબ પ્રદર્શન કરનાર રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ખેલાડી એબી ડી વિલિયર્સે આઈપીએલની ઘણી પ્રશંસા કરી છે. ડી વિલિયર્સનો મત છે કે આઈપીએલ દુનિયાની સૌથી શાનદાર ટૂર્નામેન્ટ છે અને તે વર્લ્ડ કપ કરતા પણ બેસ્ટ છે. લાઇવ મિંટ સાથેની ખાસ વાતચીતમાં ડી વિલિયર્સે કહ્યું હતું કે ઇમાનદારીથી કહું તો કોઈપણ ટૂર્નામેન્ટ આઈપીએલની આસપાસ નથી. હું જાણુ છું કે હું હાલ ભારતમાં બેઠો છું અને આઈપીએલ રમી રહ્યો છું. જેથી આ કહેવું વધારે આસાન લાગે છે પણ હું પૂરી દુનિયામાં ઘણી ટૂર્નામેન્ટમાં રમ્યો છું. મને લાગે છે કે આઈપીએલ વર્લ્ડ કપ કરતા પણ વધારે બેસ્ટ છે.

  ડી વિલિયર્સનું આ નિવેદન ઘણું અજીબ છે કારણ કે આ ખેલાડી 2015ના વર્લ્ડ કપમાં પરાજય પછી મેદાનમાં રડી રહ્યો હતો. ડી વિલિયર્સની કેપ્ટનશિપમાં ન્યૂઝીલેન્ડની ટીમ મેચ ગુમાવી બેસી હતી. આ પછી દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ મેદાનમાં જ રડી પડ્યા હતા. જેમાં ડી વિલિયર્સ પણ હતો. જોકે હવે તે આંતરરાષ્ટ્રી ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે.

  આ પણ વાંચો - ગંભીરે આફ્રીદીને આપ્યો જવાબ, કહ્યું - હું તને મનોચિકિત્સક પાસે લઈ જઈશ  ડી વિલિયર્સે આઈપીએલની પ્રશંસા કરતા આગળ કહ્યું હતું કે ટૂર્નામેન્ટનો ભાગ બનવો અવિશ્વસનિય લાગે છે. આ ઘણી ઝડપથી ચાલનાર ટૂર્નામેન્ટ છે. ઉલ્લેખનીય છે કે આ સિઝનમાં ડી વિલિયર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું પણ તેની ટીમ આરસીબી પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે.
  Published by:Ashish Goyal
  First published: