Home /News /sport /

IPL final: મુંંબઈનો 1 રને વિજય, આઈપીએલમાં ચોથી વખત ચેમ્પિયન

IPL final: મુંંબઈનો 1 રને વિજય, આઈપીએલમાં ચોથી વખત ચેમ્પિયન

મુંબઈ ઇન્ડિયન્સ - 149/8, ચેન્નાઈ સુપરકિંગ્સ - 148/7, વોટ્સનના 59 બોલમાં 8 ફોર અને 4 સિક્સર સાથે લડાયક 80 રન એળે ગયા

મુંબઈ ઇન્ડિયન્સ - 149/8, ચેન્નાઈ સુપરકિંગ્સ - 148/7, વોટ્સનના 59 બોલમાં 8 ફોર અને 4 સિક્સર સાથે લડાયક 80 રન એળે ગયા

    બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી આઇપીએલ-12ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 1 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. આ જીત સાથે મુંબઈએ ચોથી વખત આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી છે. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ 20 ઓવરમાં 7 વિકેટે 148 રન બનાવી શક્યું હતું.

    ચેન્નાઈને અંતિમ બોલે જીતવા માટે 2 રનની જરુર હતી. જોકે મલિંંગાએ શાર્દુલ ઠાકુરને એલબી આઉટ કરી મુંબઈને રોમાંચક જીત અપાવી હતી. મુંબઈ તરફથી બુમરાહે 14 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

    પ્લેસિસ 26 રને ક્રુણાલની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો હતો. રૈના 14 બોલમાં 8 રન બનાવી એલબી આઉટ થયો હતો. રાયડુ ખાસ કમાલ ન કરી શકતા 1 રને આઉટ થયો હતો.  ફોર્મમાં રહેલો ધોની પણ 2 રન બનાવી સસ્તામાં આઉટ થયો હતો. ચેન્નાઈએ 82 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.

    વોટ્સને 59 બોલમાં 8 ફોર અને 4 સિક્સર સાથે લડાયક 80 રન બનાવ્યા હતા પણ ટીમને જીત અપાવી શક્યો ન હતો. આ પહેલા વોટ્સને 44 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 50 રન પૂરા કર્યા હતા.

    મુંબઈનો ડી કોક 17 બોલમાં 29 રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. તેણે ચાર સિક્સર ફટકારી હતી. ડી કોક બાદ રોહિત શર્મા 15 રને રાહુલનો બીજો શિકાર બન્યો હતો. સૂર્યકુમાર યાદવ 15 રન બનાવી ઇમરાન તાહિરની ઓવરમાં આઉટ થયો હતો. આ પછી ક્રુણાલ પંડ્યા 7 રને આઉટ થતા મુંબઈએ 89 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.

    ઇશાન કિશન 23 રન બનાવી તાહિરની ઓવરમાં કેચ આઉટ થયો હતો. પોલાર્ડે 25 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 41 રન બનાવી ટીમનો સ્કોર 149 સુધી પહોંચાડ્યો હતો. ચેન્નાઈ તરફથી દીપક ચહરે 3 વિકેટ ,જ્યારે શાર્દુલ ઠાકુર અને તાહિરે 2-2 વિકેટ ઝડપી હતી.

    ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સના સુકાની રોહિત શર્માએ ચેન્નાઈ સુપરકિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

    બંને  ટીમો આ પ્રમાણે છે

    ચેન્નાઈ સુપરકિંગ્સ - શેન વોટ્સન, પ્લેસિસ, સુરેશ રૈના, અંબાતી રાયડુ, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, હરભજન સિંહ, દીપક ચહર, ઇમરાન તાહિર, શાર્દુલ ઠાકુર.

    મુંબઈ ઇન્ડિયન્સ - રોહિત શર્મા, ડી કોક, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, ક્રુણાલ પંડ્યા, મિચેલ મેક્લેનઘાન, રાહુલ ચહર, બુમરાહ, મલિંગા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Chennai super kings, Ipl 2019, Ipl final, Mumbai indians

    આગામી સમાચાર