IPL 2018 : રાશિદ, વિલિયમ્સન નહી, પરંતુ આ ખેલાડી બનશે હૈદરાબાદનો લકી ચાર્મ!

News18 Gujarati
Updated: May 27, 2018, 1:49 PM IST
IPL 2018 : રાશિદ, વિલિયમ્સન નહી, પરંતુ આ ખેલાડી બનશે હૈદરાબાદનો લકી ચાર્મ!
ફોટો આભાર- બીસીસીઆઈ

  • Share this:
ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનાર આઈપીએલ 11ના ફાઈનલ મેચ માટે દેશના ક્રિકેટ ફેન્સ રોમાંચિત થઈ ઉઠ્યા છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર આ મેચમાં બંને ટીમોના કેટલાક દિગ્ગજ ખેલાડીઓ પર નજર રહેશે. પરંતુ આ વચ્ચે હૈદરાબાદ પાસે એક એવો લકી ચાર્મ છે, જે તેને ફાઈનલમાં જીતાડી શકે છે.

તે ખેલાડી બીજો કોઈ નહી પરંતુ આપણા ગુજરાતનો ઓલરાઉન્ડર યૂસુફ પઠાણ છે. અસલમાં, પઠાણ અત્યાર સુધી જે પણ ટીમ માટે ફાઈનલ રમ્યો છે, તે ટીમ જીતી છે, પછી ભલે તે આઈપીએલની મેચ હોય કે, ઈન્ટરનેશનલ ક્રિકેટની.

કેવી રીતે લકી ચાર્મ છે યૂસુફ પઠાણ?

અસલમાં, 2007માં જ્યારે ભારતીય ટીમે ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે યૂસુફ ટીમનો હિસ્સો હતો, તે ઉપરાંત વર્લ્ડકપ 2011માં પણ યૂસુફ ટીમમાં હતા અને ભારત ચેમ્પિયન બની ગયું હતું. માત્ર ટીમ ઈન્ડિયા માટે જ નહી, તે ઉપરાંત આઈપીએલમાં પણ યૂસુફ પઠાણનો લકી ચાર્મ ચાલ્યો.

2008માં રાજસ્થાન ચેમ્પિયન બન્યુ તો યૂસુફ ટીમનો હિસ્સો હતો, તે ઉપરાંત 2012 અને 2014માં કોલકાતા ચેમ્પિયન બન્યું ત્યારે પણ યૂસુફ પઠાણ ટીમમાં હતા.

2007 - ટી-20 વર્લ્ડ કપ2008 - રાજસ્થાન રોયલ્સ
2011 - 50 ઓવર વર્લ્ડ કપ
2012 - કોલકાતા નાઈટ રાઈડર્સ
2014 - કોલકાતા નાઈટ રાઈડર્સ
2018 - ???

ઉલ્લેખનિય છે કે, ટી-20 ક્રિકેટના મહાકુંભ ગણાતા આઈપીએલની 11મી સિઝન આજે ખત્મ થશે. મુંબઈમાં થનાર ફાઈનલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ ખિતાબી જંગ માટે એકબીજા સામે ટકરાશે. બંને ટીમોએ આખી ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ હવે અંતિમ મેચમાં જે શાનદાર પ્રદર્શન કરશે તે બાજી મારી જશે. તેવામાં જોવાનું રહેશે કે, આ વખતે પઠાણ હૈદરાબાદ માટે લકી ચાર્મ સાબિત થાય છે કે નહી.
First published: May 27, 2018
વધુ વાંચો
अगली ख़बर