Home /News /sport /IPL Final 2021: દુબઈમાં ધોનીની CSKનું પલડું ભારે! આ બાબતમાં ચેન્નાઈનો 'જોટો ન જડે'

IPL Final 2021: દુબઈમાં ધોનીની CSKનું પલડું ભારે! આ બાબતમાં ચેન્નાઈનો 'જોટો ન જડે'

મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ રન ચેઝ કરવામાં માહેર છે. (AFP)

IPL Final 2021, KKR vs CSK: આઈપીએલ 2021ની ફાઇનલમાં દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપરકિંગ્સનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે થવાનો છે. દુબઈના મેદાનમાં પાછલા આઠ જંગમાં ચેન્નાઈએ રન ચેઝ કર્યા છે.

CSK VS KKR IPL Final 2021 : આઈપીએલની 14મી સિઝનમાં આજે 2021ની આઈપીએલની ફાઇનલનો મુકાબલો દુબઈમાં ખેલાશે. આજે ધોનની ચેન્નાઈ સુપરકિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (CSK VS KKR) વચ્ચે જંગ ખેલાવાનો છે. લીગ મેચમાં બીજા સ્થાને રહેલી ચેન્નાઈની ટીમે આઈપીએલ ક્વૉલિફાયર-1માં દિલ્હી કેપિટલ્સને માત આપી અને રેકોર્ડબ્રેક 9મીવાર ફાઇનલમાં એન્ટ્રી લીધી છે (CSK Reaches 9th time in IPL Final) મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની કેપ્ટનશીપમાં ત્રણવાર આઈપીએલમાં ચેન્નાઈએ પોતાના નામે ખિતાબ હાસલ કર્યો છે. દુબઈમાં ટૉસ જીતીનારી ટીમ પ્રથમ બૉલિંગ કરવા માંગશે કારણ કે દુબઈમાં પાછલી આઠ મેચમાં રન ચેઝ કરનાર ટીમે જીત મેળવી છે.

રન ચેઝ કરવામાં ચેન્નાઈનો 'જોટો જડે એમ નથી' : ચેન્નાઈની ટીમ રન ચેઝ કરવામાં આઈપીએલની દરેક સિઝનમાં સફળતાપૂર્વક લક્ષ્યની પાછળ વધી છે. રન ચેઝમાં ચેન્નાઈનો જોટો જડે એમ નથી. ચેન્નાઈએ આ વર્ષે બીજીવાર બેટિંગ કરતા 6 મેચ જીતી હતી આ સ્થિતિમાં ધોનીની કેપ્ટનશીપમાં પ્રથમ બૉલિંગ કરી અને ટીમ રન ચેઝ કરવાનું પસંદ કરશે. ક્વૉલિફાયર -1માં પણ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનું જ પસંદ કર્યુ હતું અને 173 રન ચેઝ કર્યા હતા.

આ પણ વાંચો : IPL Final 2021: ચેન્નાઈ સુપરકિંગ્સનું 'ઘોડું' દશેરાએ દોડશે? જાણો IPLની ફાઇનલમાં કેટલીવાર જીતતા જીતતા રહી ગઈ CSK

બીજી બાજુ કેકેઆર ટીમ આ સિઝનમાં રન ચેઝ કરતા ત્રણવાર હારી ચુકી છે જ્યારે છવાર જીતી છે. 2020ની ફાઇનલ પણ આ મેદાન પર રમાઈ હતી અને એમાં મુંભઈએ દિલ્હી સામે 157 રન ચેઝ કરી અને 5 વિકેટે મેચ જીતી લીધી હતી.

કેકેઆર સામે ચેન્નાઈનું પલડું ભારે

આઈપીએલમાં કેકેઆરની સામે ચેન્નાઈનું પલડું ભારે છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઈ વચ્ચે અત્યારસુધીમાં 24 મુકાબલાઓ થયા છે. આ મુકાબલાઓમાંથી 16વાર ધોનીની ટીમે બાજી મારી છે. વર્ષ 2019થી અત્યારસુધીમાં કેકેઆરને ધોનીને ટીમે 5 વાર હરાવી છે જ્યારે કોલકત્તાને એકવાર જ જીત મેળવી છે.

આ પણ વાંચો :  IPL Final 2021: આઈપીએલની ફાઇલનમાં KKRનો આ રેકોર્ડ છે ખતરનાક, જાણો કેમ CSK માટે ચિંતાનો વિષય છે આ ટીમ

ગાયકવાડ કે.એલ. રાહુલથી આગળ વધી જશે

જ્યારે ઑતુરાજ ગાયકવાડ પણ આક્રમક બેટ્સમેન છે અને કેકેઆરને ધોળે દિવસે તારા બતાડી શકે છે. આઈપીએલ 2021માં ઋતુરાજે યુએઈમાં 550થી વધુ રન કર્યા છે. ઋતુરાજ ઑરેંજ કેપના દાવેદાવર છે. કિંગ્સ ઇલેવનના કેપ્ટન રાહુલના 626 રનથી ઋતુરાજ 24 રન જ પાછળ છે. આમ આજની મેચમાં ગાયકવાડ 25 રન કરે તો તો તે કે.એલ. રાહુલથી આગળ નીકળી જશે અને ઓરેંજ કેપનો દાવેદાર થઈ જશે.
First published:

Tags: Csk vs kkr, IPL Final 2021, Ms dhoni