Home /News /sport /CSKની જીત બાદ DJ Bravo સાતમા આસમાને, પોલાર્ડને કહ્યું-મને 'સર ચેમ્પિયન' કહી બોલાવવો, કારણો પણ આપ્યા
CSKની જીત બાદ DJ Bravo સાતમા આસમાને, પોલાર્ડને કહ્યું-મને 'સર ચેમ્પિયન' કહી બોલાવવો, કારણો પણ આપ્યા
વેસ્ટઇન્ડિઝના ખેલાડી ડી.જે. બ્રાવોએ ચેન્નાઈની જીત બાદ પોતાની જાતને 'સર ચેમ્પિયન' જાહેર કર્યો છે.
CSK VS KKR: આઈપીએલમાં ચેન્નાઈ અને કોલકત્તાની મેચ પછી ચોથીવાર ચેમ્પિયન બનેલી ચેન્નાઈના ઓલરાઉન્ડર બ્રાવોએ સાથી ખેલાડી પોલાર્ડના 'ટાંટિયા ખેચ્યા' પોતાની જાતને 'સર ચેમ્પિયન' જાહેર કર્યો. જાણો શું છે T20માં બ્રાવોનો રેકોર્ડ
આઈપીએલ 2021ની ફાઈનલમાં (IPL 2021 Final) ચેન્નાઈ સુપરકિંગ્સે ચોથીવાર આઈપીએલની ટ્રોફી (CSK Won Fourth IPL Trophy) જીતી લીધી. આ ટુર્નામેન્ટમાં ફરી ઈતિહાસ લખાઈ ગયો 300મી મેચ રમી રહેલા કેપ્ટન કૂલ મહેન્દ્રસિંઘ ઘોનીની આગેવાનીમાં ચેન્નાઈ ટ્રોફી જીતી ગઈ. આ મેચ જીત્યા બાદ ચેન્નાઈના ખેલાડીઓ ખૂબ ખૂશખૂશાલ છે. ખાસ કરીને ટીમના ઓલરાઉન્ડર ડીજે બ્રાવોની (DJ Bravo) ખુશી તો સાતમા આસમાને છે. બ્રાવોએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી છે અને વેસ્ટઇન્ડિઝના ખેલાડી પોલાર્ડનાં (Kieron Pollard) ટાંટિયો ખેચ્યો છે, બ્રાવોએ કહ્યું કે પોતાની જાતને હવે પછી 'સર ચેમ્પિયન' કહેવું. બ્રાવોએ આ મુદ્દે એકબાદ એક બે પોસ્ટ લખી છે. અગાઉ ક્રિકેટના ચાહકો રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ને 'સર જાડેજા' કહેતા હતા. હવે બ્રાવોને પણ 'સર' કહેડાવવાના અભરખા જાગ્યા છે. જોકે, બ્રાવોએ આવું શું કામ કહ્યું અને પોતાને સર કહેરાવવા માંગે છે તેના કારણો પણ આપ્યા છે. બ્રાવોનો ટી20 ક્રિકેટમાં રેકોર્ડ જોવા જઈએ તો ખૂબ પ્રભાવશાળી છે. અત્યારસુધી બ્રાવો અને પોલાર્ડ બંને પાસે સરખા 15-15 ટાઇટલ હતા હવે બ્રાવો ચેન્નાઈની જીત સાથે 16મું ટાઇટલ જીતી ગયો છે
બ્રાવોએ પહેલી પોસ્ટમાં ચેન્નાઈની જીત બાદ હાથમાં વિજય ટ્રોફી સાથે લખ્યું કે 'કોઈ લાંબી પોસ્ટની જરૂરિયાત નથી. @chennaiipl 2021 @iplt20 ચેમ્પિયન્સ હવે પછી મહેરબાની કરીને મને સર ચેમ્પિયન કહીને બોલાવશો. કિરન પોલાર્ડ તારે કઈક કરવું ખૂટે છે દોસ્ત... મારા ચાહકો, ચેન્નાઈના ચાહકોનો ખૂબ આભાર
બ્રાવોએ જણાવ્યું કે શા માટે તેને 'સર ચેમ્પિયન કહેવો'
આ પોસ્ટ સાથે બ્રાવોએ ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોની સહિત આખી ટીમ સાથેની એક પછી એક તસવીરો મૂકી હતી અને જીતની ખુશીની ઉજવણી કરી હતી. જોકે, બ્રાવોએ સર ચેમ્પિયન વાળી વાતને ગંભીરતાથી લીધી હતી અને બે દિવસ બાદ ફરીથી આજે એક પોસ્ટ મૂકી છે.
આજે મૂકેલી પોસ્ટમાં બ્રાવોએ લખ્યું કે 'મારી જાતને સર ચેમ્પિયન કહેવરાવવું યોગ્ય જ છે. આંકડા ખોટું નથી બોલતા. ફરીથી એકવાર ચેન્નાઈ અને સીએસએકનો આભાર, મારા ચાહકોનો આભાર, હવે પછી મારું ફોકસ છે વેસ્ટઇન્ડિઝ માટે.
આ સાથે બ્રાવોએ ઇન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટમાં તેના રેકોર્ડ દર્શાવવામાં આવ્યા છે. જેમાં લખ્યું છે કે 5 સીપીએલ ટાઇટલ, 3 આઈપીએલ ટ્રોફી, 2 આઈસીસી વર્લ્ડ ટી20, 2 કેરેબિયન ટી20 ટાઇટલ્સ, 1 સીએલટી20 ટાઇટલ, 1 સ્ટેનફોર્ડ ટી20 ટાઇટલ, 1 પીએસલ ટ્રોફી, 1 બીપીએલ ટાઇટલ, ટી 20માં 450 વિકેટ. આ રેકોર્ડને બ્રાવો ધ્યાને લેતા મજાકમાં જ પણ પોતાની જાતને 'સર ચેમ્પિયન' કહે છે.
આઈપીએલમાં બ્રાવો ચેન્નાઈ સુપરકિંગ્સ માટે જ રમે છે. 2008થી અત્યારસુધીમાં તે ચેન્નાઈ માટે 150 મેચ રમ્યો છે. આ મેચમાં તેણે 1537 રન ફટકાર્યા છે અને એવરેજ 22.94ની છે. જ્યારે તેનો હાઇએસ્ટ સ્કોર 70 છે. બૉલિંગ માટે જાણીતા બ્રાવોએ 151 મેચમાં 2914 બૉલ ફેંક્યા છે અને કુલ 4060 રન આપી અને 167 વિકેટ ઝડપી છે. બ્રાવોની ઇકૉનોમી 8.35ની છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર