Home /News /sport /IPL Final 2021: આઈપીએલની ફાઇલનમાં KKRનો આ રેકોર્ડ છે ખતરનાક, જાણો કેમ CSK માટે ચિંતાનો વિષય છે આ ટીમ
IPL Final 2021: આઈપીએલની ફાઇલનમાં KKRનો આ રેકોર્ડ છે ખતરનાક, જાણો કેમ CSK માટે ચિંતાનો વિષય છે આ ટીમ
કોલકાતા નાઈટ રાઈડર્સ KKR : કોલકાતા નાઈટ રાઈડર્સે ગત સિઝનમાં કેપ્ટન રહેલા ઓઈન મોર્ગનને બહાર કાઢ્યો છે. મોર્ગન બીટિંગમાં નિષ્ફળ રહ્યો હતો. આ સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સે ગત સિઝન પેટ કમિન્સ અને પોતાના સૌથી મોંઘા ખેલાડી શુભમન ગિલને પણ રિટેન ખેલાડીઓની યાદીમાં સ્થાન આપ્યું નથી.
આ ખેલાડી રિલીઝ કરાયા: ઈયોન મોર્ગન, પેટ કમિન્સ, શુભમન ગિલ અને દિનેશ કાર્તિક
IPL Final 2021 CSK VS KKR: કોલકત્તા નાઇટ રાઇડર્સ એવી ટીમ છે જે અત્યારસુધી બેવાર જ ફાઇનલમાં પહોંચી છે છતાં ધોની બ્રિગેડ અને સીએસકેના ચાહકોની ઉંઘ હરામ કરી રહી છે જાણો કેમ
આજે 2021ની આઈપીએલની ફાઇનલનો મુકાબલો ખેલાશે (IPL Final 2021) આઈપીએલની ફાઇનલ મેચો હંમેશા અપસેટ માટે જાણીતી છે ત્યારે આજે આ ફાઇનલમાં ઓલ ટાઇમ ફેવરીટ ચેન્નાઇ સુપરકિંગ્સનો સાત વર્ષે આઈપીએલની ફાઇનલમાં પહોંચેલી કેકેઆર સાથે થવાનો છે (IPL Final 2021 CSK VS KKR). આમ તો એમએસ ધોનીને ફાઇનલનો બાદશાહ કહેવામાં આવે છે અને તેનો ચેન્નાઇના કેપ્ટન તરીકે જીતનો રેકોર્ડ જ અલગ છે (MS Dhoni Captain Records in IPL Finals) જોકે, ફક્ત ત્રીજીવાર આઈપીએલની ફાઇનલમાં પહોંચેલી કેકેઆરના આ રેકોર્ડને જાણીને ધોની સાથે સીએસએક ચાહકોની ઉંઘ હરામ થઈ શકે છે (KKR Final Records in IPL). આ રેકોર્ડ એવા છે જે ખરેખર જાણવા જેવા છે. આ રેકોર્ડ મુજબ તો કેકેઆર ફાઇનલમાં પહોંચે તો જીતે જ છે પરંતુ શું આ દશેરાએ ઘોડું દોડશે? આ મોટો સવાલ છે.
શા માટે કેકેઆર (KKR) ફાઇનલમાં સીએસકે (CSK) માટે છે જોખમી : ફાઇનલમાં કેકેઆર ચેન્નાઇને એટલા માટે હરાવી શકે છે કારણ કે અત્યારસુધીમાં ધોની સેના 6વાર ફાઇનલમાં જીતી ચુકી છે. જોકે, કેકેઆર બેવાર જ ફાઇલ જીતી ચુકી છે. પરંતુ કેકેઆર આના પહેલાં ફક્ત બેવાર જ ફાઇનલમાં પહોંચી હતી અને બંને વાર જીતી હતી. આમ આઈપીએલની ફાઇનલમાં કેકેઆરની જીતનો રેકોર્ડ સો ટકા છે (Kolkata Knight Riders Have 100 Per Cent Record in Final)
2012ની IPL finalમાં KKRનો રેકોર્ડ
દિલ્હી પૂર્વના સાંસદ અને તત્કાલિન કેપ્ટન ગૌતમ ગંભીરની આગેવાનીમાં કેકેઆર પહેલીવાર આઈપીએલની ફાઇનલમાં વર્ષ 2012માં પહોંચી હતી. આ ફાઈનલમાં ગંભીરની કેકેઆરનો સામનો ધોનીની ચેન્નાઈ સામે થયો હતો. ચેન્નાઈ ત્યારે ચોથીવાર ફાઇનલમાં પહોંચી હતી. ચેન્નાએ ઈ પ્રથમ બેટિંગ કરી હતી અને આ ફાઇનલમાં 190 રનનો ટાર્ગેટ કોલકત્તાને આપ્યો હતો.
આ ટાર્ગેટને ચેસ કરવા જતા ગંભીર ઓપનિંગમાં ફક્ત બે રને આઉટ થઈ ગયો હતો. જોકે, મનવિંગર બિસલના 89 અને જેક કાલિસના 69 રનની જોડીએ સપાટો બોલાવી નાખ્યો હતો. ત્યારબાદ શાકિબ અલ હસન અને મનોજ તિવારીએ છેલ્લી ઘડીમાં સારી બેટિંગ કરી કેકેઆરને આઈપીએલની પ્રથમ ટ્રોફી જીતાડી દીધી હતી.
2014ની આઈપીએલ ફાઇનલ
ત્યારબાદ બે વર્ષના વિરામ પછી કોલકત્તાનો વારો આઈપીએલની ફાઇનલમાં આવ્યો. ગંભીર જ કેપ્ટન હતો અને ત્યારે તેમની સામે ફાઇનલમાં પંજાબ (Kings XI Punjab)ની ટીમ પહોંચી હતી. 2021ની જેમ કેકેઆર સામે મોટો ટાર્ટેગ હતો. કિંગ્સ ઇલેવન પંજાબે 199 રન ખડકી નાખ્યા હતા.
એ વખતે પણ સ્થિતિ તો 2021 જેવી જ હતી. ગંભીર શરૂઆતમાં જલદી આઉટ થઈ ગયો અને ત્યારબાદ મનિષ પાંડેએ બાજી સંભાળી, પાંડેએ 94 રન કર્યા અને તે આઉટ થયો. જ્યારે પાંડે આઉટ થયો ત્યારે કોલકત્તાને 30 રન ઘટતા હતા અને બાકી 20 બોલ હતા. ગુજરાતના ઓલરાઉન્ડર યુસુફ પઠાણના 22 બોલમાં 36 રનની ઇનિંગથી પિયૂષ ચાવલાના 13 નોટઆઉટની મદદથી કેકેઆરે આઇપીએલની બીજી ટ્રોફી ઉંચકી લીધી.
આ વખતે આઈપીએલની ફાઇનલમાં પહોંચતા કેકેઆરને 7 વર્ષ લાગ્યા છે. આ સાત વર્ષમાં કેકેઆરની સ્થિતિ ઘણી ખરાબ રહી હતી. આ વખતે સુનિલ નારાઇન અને વરૂણ ચક્રવર્તી જેવા ખતરનાક સ્પીનર્સ છે. જ્યારે કે ધોની કમબેક કરવા આતુર છે આજે દશેરાએ કોલકત્તાનું ઘોડું દોડશે કે નહીં તે જોવું જ રહ્યું
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર