IPL DC Vs KXIP: અમ્પાયરના ખોટા નિર્ણયના કારણે મચ્યો હંગામો, પંજાબની ટીમે રેફરીને ફરિયાદ કરી

અમ્પાયરના ખોટા નિર્ણયના કારણે મચ્યો હંગામો, પંજાબની ટીમે રેફરીને ફરિયાદ ક

મેચની 19 ઓવરમાં અમ્પાયર નીતિન મેનને પંજાબની ટીમને એક રન આપવાની ના પાડી હતી. તેમના મતે ક્રિસ જોર્ડને એક શોર્ટ રન લીધો હતો

  • Share this:
    દુબઈ : રવિવારે દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ ((Delhi Capitals Vs kings Xi Punjab) વચ્ચેના મુકાબલામાં અમ્પાયરના ખોટા નિર્ણયનો વિવાદ અટકવાનું નામ લેતો નથી. સમાચાર એજન્સી એએનઆઈના મતે કિંગ્સ ઇલેવન પંજાબે ખરાબ અમ્પાયરિંગની ફરિયાદ હવે મેચ રેફરીને કરી દીધી છે. ભારતના પૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથ આ મેચમાં મેચ રેફરી હતા. પંજાબ અને દિલ્હી વચ્ચે મેચ ટાઇ થઈ ગઈ હતી. આ પછી સુપર ઓવરમાં દિલ્હીએ જીત મેળવી હતી. આ મેચની 19 ઓવરમાં અમ્પાયર નીતિન મેનને પંજાબની ટીમને એક રન આપવાની ના પાડી હતી. તેમના મતે ક્રિસ જોર્ડને એક શોર્ટ રન લીધો હતો.

    રેફરી લઇ શકે છે એક્શન

    એએનઆઈએ સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે પંજાબની ટીમે અમ્પાયરની ફરિયાદ રેફરીને કરી છે. ટીમનું કહેવું છે કે અમ્પાયરનો નિર્ણય આશ્ચર્યચકિત છે. અમ્પાયરના ખરાબ નિર્ણયથી મેચ ટાઇ પડી હતી. રેફરી જવાગલ શ્રીનાથ હવે આ ફરિયાદ પર વિચાર કરશે. આ પછી અમ્પાયર સામે ગર્વનિંગ કાઉન્સિલ કાર્યવાહી કરી શકે છે. પૂર્વ અમ્પાયર અને એક્સપર્ટનું કહેવું છે કે જો અમ્પાયરને રનને લઈને શંકા હતી તો તેમણે ત્રીજા અમ્પાયરની મદદ તેમ ના લીધી.

    આ પણ વાંચો - IPL 2020માં આ વખતે બોલિવૂડનો ગ્લેમરસ જોવા મળશે, આ અભિનેત્રી કરશે એન્કરિંગ



    આ મુદ્દે કિંગ્સ ઇલેવન પંજાબની સહ માલિક પ્રીતિ ઝિંટાએ અમ્પાયર પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. પ્રીતિએ આ મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો અને બીસીસીઆઈને ઘેરતા કહ્યું હતું કે એવી ટેકનોલોજી શું કામની જે ખોટા નિર્ણયને ના રોકી શકે. સાથે બીસીસીઆઈને નવા નિયમ લાવવાની અપીલ કરી હતી.

    આ પહેલા પંજાબ ટીમના પૂર્વ કોચ વીરેન્દ્ર સેહવાગે ખરાબ અમ્પાયરિંગ પણ અમ્પાયરની ટિકા કરી હતી. તેણે અમ્પાયર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે મેન ઓફ ધ મેચનો એવોર્ડ અમ્પાયરને આપવો જોઈએ.
    Published by:Ashish Goyal
    First published: