IPL 2020 : ધોની ફરીથી ચોથા નંબર પર બેટિંગ માટે ના આવ્યો, સેહવાગે કહ્યું - મોદી જી તમે જ સમજાઓ આને

IPL 2020 : ધોની ફરીથી ચોથા નંબર પર બેટિંગ માટે ના આવ્યો, સેહવાગે કહ્યું - મોદી જી તમે જ સમજાઓ આને
ક્રિકેટ એક્સપર્ટ ધોનીના બેટિંગ ક્રમ ઉપર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. તેને ચોથા કે પાંચમાં નંબરે બેટિંગ કરવાની સલાહ આપે છે

ક્રિકેટ એક્સપર્ટ ધોનીના બેટિંગ ક્રમ ઉપર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. તેને ચોથા કે પાંચમાં નંબરે બેટિંગ કરવાની સલાહ આપે છે

  • Share this:
    નવી દિલ્હી : આઈપીએલમાં શુક્રવારે ચેન્નઈ સુપરકિંગ્સે (Chennai Supe Kings) વધુ એક પરાજયનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)સામે ધોનીની ટીમનો 44 રને પરાજય થયો હતો. આ પરાજય સાથે જ ધોનીની (Dhoni)ટીમ પોઇન્ટ ટેબલમાં પાંચમાં નંબરે આવી ગઈ છે. ક્રિકેટ એક્સપર્ટ ધોનીના બેટિંગ ક્રમ ઉપર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. લોકો અને ક્રિકેટ એક્સપર્ટ તેને ચોથા કે પાંચમાં નંબરે બેટિંગ કરવાની સલાહ આપે છે. જોકે ધોની જીદ ઉપર અડેલો છે અને તે છઠ્ઠા કે સાતમાં નંબરે બેટિંગ માટે આવે છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ આક્રમક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે (Sehwag)પણ ધોનીની બેટિંગની પોઝિશનને લઇને નારાજગી વ્યક્ત કરી છે.

    શું કહ્યું સેહવાગે?



    વીરેન્દ્ર સેહવાગના મતે ધોની પોતાની જીદ પર અડ્યો છે. તેણે પરિસ્થિતિ પ્રમાણે પોતાની બેટિંગ પોઝિશન બદલવી જોઈએ. સેહવાગે ફેસબુક પર પોતાના ખાસ શો પર કહ્યું કે ચેન્નઈની ટીમ મુશ્કેલીમાં હતી આમ છતા થાલા (ધોની) બેટિંગ કરવા આવ્યો ન હતો. એવું લાગી રહ્યું છે કે બુલેટ ટ્રેન આવી જશે પણ ધોની ચોથા નંબરે બેટિંગ કરવા માટે આવશે નહીં. મોદી જી તમે જ કશુક સમજાવો તેને.

    આ પણ વાંચો - ગાવસ્કરે કરી એવી ટિપ્પણી કે અનુષ્કા શર્મા ગુસ્સે ભરાઇ, સંભળાવી દીધી આવી વાત

    ધોની દિલ્હી સામે છઠ્ઠા નંબરે બેટિંગ માટે આવ્યો હતો. ત્યારે 17 ઓવરની રમત સમાપ્ત થઈ ચૂકી હતી અને મેમાં ચેન્નઈ સુપરકિંગ્સનો પરાજય નિશ્ચિત લાગતો હતો. અંતિમ ઓવરોમાં ધોની 12 બોલમાં 15 રન બનાવી આઉટ થયો હતો. આ પહેલા ધોની રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ સામે સાતમાં નંબરે બેટિંગમાં આવ્યો હતો.

    આંકડા પર નજર કરવામાં આવે તો ધોનીનો લોઅર ઓર્ડરમાં બેટિંગ કરવાનો નિર્ણય સાવ ખોટો હતો. આઈપીએલમાં ધોની જો પાંચમાં નંબરે કે તેના ઉપર બેટિંગ માટે આવે તો ચેન્નઈને ઓછામાં ઓછી 57 ટકા મેચમાં જીત મળે છે. જ્યારે છઠ્ઠા કે તેનાથી નીચે બેટિંગ કરવા માટે ચેન્નઈને 37 ટકા મેચમાં જ જીત મળે છે. હવે આવનાર મેચમાં બધાને આતુરતા રહેશે કે ધોની કયા નંબરે બેટિંગ માટે આવે છે.
    Published by:Ashish Goyal
    First published:September 26, 2020, 15:43 pm