Home /News /sport /IPL Champion 2021: ધોનીના મતે IPL જીતવાની ખરી હકદાર ટીમ આ હતી, જાણો શું કહ્યું માહીએ
IPL Champion 2021: ધોનીના મતે IPL જીતવાની ખરી હકદાર ટીમ આ હતી, જાણો શું કહ્યું માહીએ
એમ એસ ધોનીએ કહ્યું કે ચેન્નાઈની ટીમ મીટિંગ કલ્ચરમાં નથી માનતી
CSK VS KKR IPL Final 2021: ચેન્નાઈ સુપરકિંગ્સને ત્રણ વર્ષ બાદ ફરી ચેમ્પિયન બનાવી મહેન્દ્રસિંહ ધોનીએ (MS Dhoni) ખોલ્યું જીતનું રાઝ. મીટિંગ કલ્ચરમાં નથી માનતો માહી
દુબઈ : શુક્રવારે રમાયેલી આઈપીએલ 2021ની ફાઈનલમાં (IPL 2021 Final) ઈતિહાસ લખાઈ ગયો. 300મી મેચ રમી રહેલા કેપ્ટન કૂલ મહેન્દ્રસિંઘ ઘોનીની ચેન્નાઈ સુપરકિંગ્સે ચોથીવાર આઈપીએલની ટ્રોફી (CSK Won Fourth IPL Trophy) જીતી લીધી. ચેન્નાઈએ 27 રનથી કોલકત્તાને (CSK Won VS KKR) હરાવી અને અને કેકેઆરને ત્રીજીવાર ટ્રોફી જીતતા અટકાવી. સૌ કોઈ મહેન્દ્રસિંઘ ધોનીની કેપ્ટનશીપમાં જીતની આશા રાખીને બેઠા હતા અને થયું પણ એવું જ. જોકે, ધોનીએ મેચ પછી યોજાયેલી પ્રેઝેન્ટેશન સેરેમનીમાં (Presentation ceremony of IPL 2021) પોતાના દિલની વાત કરી હતી. ધોનીના મતે ચેન્નાઈ ભલે આઈપીએલ જીતી અને તેના પાછળ મહેનત પણ કરી છે પરંતુ આઈપીએલ જીતવાની હકદાર ટીમ ચેન્નાઈ નહીં પરંતુ તેની હરિફ ટીમ હતી. સાંભળીને કદાચ એવું થશે કે આવું તો હોતું હશે? પરંતુ આ વાત હકિકત છે. ધોનીએ દિલની વાત જણાવી અને આ ટીમને હકદાર ગણાવી. ધોનીના મતે આઈપીએલ 2021ની જીતની ખરી હકદાર ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ હતી ( Dhoni Says KKR is Real Deserving team of IPL as Winner)
ધોનીએ કહ્યું, 'હું સીએસકે વિશે કઈ પણ કહું તે પહેલાં કેકેઆર વિશે વાત કરવી જરૂરી છે. પ્રથમ ફેઝમાં જેવી રીતે તેમની પોઝિશન હતી ત્યાંથી કમબેક કરવું મુશ્કેલ હતું. જોકે, તેમણે આ કરી બતાવ્યું અને ફાઇનલમાં પહોંચ્યા. હકિતતમાં આ વર્ષે કોઈ ટીમ આઈપીએલની જીતને લાયક હતી તો તે કેકેઆર હતી. વચ્ચે આવેલો બ્રેક તેમના માટે ઘણો મદદગાર રહ્યો. '
સીએસ કે માટે યાદગાર જીત
ચેન્નાઈએ આપેલા 192 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કેકેઆર ફક્ત 165 રનમાં સમેટાઈ ગયું. સીએસકે વતી સૌથી વધુ ફાફ ડુ પ્લેસીએ સૌથી વધુ 86 રન બનાવ્યા તો લકી મેન શાર્દુલ ઠાકુરે ચેન્નાઈની જીતમાં વાપસી કરાવી. શાર્દુલ પહેલાં ટી-20 વર્લ્ડકપનો ભાગ નહોતો પરંતુ તેને અક્ષર પટેલના સ્થાને લેવામાં આવ્યો છે. આ પાંચ મુખ્ય કારણો છે જેના કારણે ચેન્નાઈની આઈપીએલમાં જીત થઈ આ જીત સીએસકે માટે યાદગાર હતી.
ધોનીએ જણાવ્યું કેવી રીતે ફેરાફર કર્યા
ધોનીએ કહ્યું ટીમમાં અમે કેટલાક ફેરાફર કર્યા હતા. જે લોકો ફોર્મમાં હતા તે સતત સારું રમી રહ્યા હતા. જ્યારે બાકીના ખેલાડીઓ તેમને સહયોગ આપી રહ્યા હતા. અમે એક પછી એક મેચ જીતી રહ્યા હતા. આમ સતત સારા પર્ફોમન્સના કારણે છેક સુધી સારું પરિણામ મળ્યું.
ધોનીએ કહ્યું હા એ વાત સાચી છે કે અમે સતત સારું કરી રહ્યા છે પરંતુ વિરોધી ટીમને હાવી ન થવા જેવી એ બાબતમાં હજુ અમારે સુધારો કરવાનો છે. હું આશા રાખું છું કે સીએસકે આગામી સમયમાં બાબતને ધ્યાને લેશે. ધોનીએ એવું કહ્યું કે તેઓ ટીમ તરીકે બહું ડિસ્કશન નથી કરતા અને દબાવ ઉભો નથી કરતા એ પણ તેમની સફળતાનું એક રહસ્ય છે.
મીટિંગ કલ્ચરમાં નથી માનતો ધોની
ધોની કહે છે કે અમે બહું વાત નથી કરતા. અમે વન ઓન વન ચર્ચા કરીએ છે. અમારા પ્રેક્ટિસ સેશન જ મીટિંગ સેશન હોય છે. આવી રીતે ખેલાડી ખૂબ સારી રીતે કહી શકે છે. જેવી રીતે તમે ટીમ રૂમમાં ચર્ચા કરો કે તેનું પ્રેશર બિલ્ડ થવા માંડે છે.
ધોનીએ અંતે સીએસકેના ચાહકોનો આભાર પણ માન્યો. એણે કહ્યું કે અમે દુબઈમાં છીએ. અગાઉ સાઉથ આફ્રિકા પણ રમ્યા હતા. અમારા ચાહકોએ સતત અમારો સહકાર કર્યો છે અમે તેના માટે આભારી છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર