ક્યાંક IPL કેન્સલ ન થઇ જાય! દેશમાં કોરોનાના કેસ વધતા ચાહકોના મનમાં ડર

આજથી IPL 2021ની શરૂઆત.

આજથી શરૂ થનારી આઇપીએલ આગામી 30 મે સુધી ચાલશે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.

  • Share this:
નવી દિલ્હી: એક તરફ દેશભરમાં આઇપીએલ (IPL 2021)નો માહોલ ઉભો થયો છે. બીજી તરફ કોરોના વાયરસ (Coronavirus India)ના સતત વધી રહેલા કેસના કારણે ચાહકો અસમંજસમાં મૂકાઈ ગયા છે. મુંબઈ સહિતના કેટલાક રાજ્યોમાં આંશિક લોકડાઉન (Lockdown) કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાત્રિ દરમિયાન કેટલાક પ્રતિબંધો પણ લાદી દીધા છે. આવી સ્થિતિમાં આઈપીએલ માટે મુશ્કેલ સમયગાળો હોવાનું ફલિત થાય છે. ઉલ્લેખનીય છે કે, આઇપીએલના કેટલાક ક્રિકેટરો પણ કોરોના સંક્રમિત થયા છે.

ખેલાડીઓની સાથોસાથ આઇપીએલના ગ્રાઉન્ડ સ્ટાફ (IPL Ground staff)ના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. અલબત્ત કેટલાક કર્મચારીઓ તો સમયે રિકવર થઇ ચુક્યા છે. પરંતુ હજુ નવા કેસ કેટલાક પ્રશ્ન ઉભા કરી રહ્યા છે.

આ પણ વાંચો: બનાસકાંઠા: તસ્કરો બે હાથ જોડી મંદિરમાં પગે લાગ્યા અને મૂર્તિ ચોરીને ભાગ્યા, ઘટના CCTVમાં કેદ

આઇપીએલ માટે જે મહત્વનું સ્થળ છે, તેવા મુંબઇમાં અત્યારે વિશ્વના સૌથી વધુ કેસ હોવાનું જાણવા મળે છે. મુંબઈમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ગંભીર રીતે ફેલાઇ ગયું છે. આવી સ્થિતિમાં શું કરવું તે પ્રશ્ન ઉઠયો છે.

આ પણ વાંચો: કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે Remdesivir ઇન્જેક્શનના કાળાબજાર, બે લાખ રૂપિયા સુધી મળી રહ્યો છે એક ડોઝ

આઇપીએલના કરોડો ચાહક ઇચ્છી રહ્યા છે કે, કોઈપણ જાતની તકલીફ વગર આઇપીએલ ટુર્નામેન્ટ પાર પડી જાય. 2021ની સીઝનમાં કોઇ પડકારો સામે ન આવે તેવી તેમની ઇચ્છા છે. જોકે કેટલાક ચાહકો એવા પણ છે, જેઓ આ ટુર્નામેન્ટ મોકૂફ રહે તેવું ઇચ્છી રહ્યા છે.

આ પણ વાંચો: અરવલ્લી: PSIએ દારૂ પીને મચાવી ધમાલ, પૂર ઝડપે જીપ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યાં


આ પણ વાંચો: બીજાપુર અથડાણ: નક્સલીઓએ પાંચ દિવસ સુધી CRPF જવાબ સાથે શું કર્યું? સવાલ-જવાબમાં જાણો

આજથી શરૂ થનારી આઇપીએલ આગામી 30 મે સુધી ચાલશે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ આઠ ટીમો અલગ-અલગ છ શહેરોના સ્ટેડિયમ્સમાં ક્રિકેટ રમશે. આઇપીએલમાં કોઈ પણ ટીમને હોમ એડવાન્ટેજ મળ્યો નથી. કેમ કે કોઇ પણ ટીમ પોતાના ઘર આંગણાના સ્ટેડિયમને રમશે નહીં. ઉલ્લેખનીય છે કે આ આઇપીએલ સીઝનમાં કુલ 56 મેચ રમાશે.
First published: