નવી દિલ્હી : આઈપીએલ BCCI માટે કમાઉ દીકરો છે. આઇપીએલ દ્વારા બોર્ડને અઢળક આવક થઈ છે. જેથી આગામી વર્ષે બોર્ડ મેગા ઓક્શન કરવા જઈ રહ્યું છે. ઓક્શનમાં તમામ ફ્રેન્ચાઇજી કેટલાક ખેલાડીઓને રિટેન કરી શકશે. બાકી બધા ખેલાડીઓની હરાજી થશે. આવતા વર્ષથી બે નવી ટીમો ઉમેરાશે. નવી ટીમો માટે બોર્ડ ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડશે.
નિયમ મુજબ તમામ ફ્રેન્ચાઇઝી ત્રણ ખેલાડીઓ રિટેન કરી શકશે, એટલે કે જાળવી રાખશે. આ સિવાય આરટીએમ દ્વારા બે ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે. બાકીના બધા ખેલાડીઓની હરાજી થશે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ 5 વખત આઈપીએલનું ટાઇટલ જીત્યું છે. જેથી મોટાભાગના લોકોની તેના પર નજર રહેશે. મહેન્દ્રસિંહ ધોનીના ભવિષ્ય અંગે પણ શંકા છે. શું તે ટીમના કેપ્ટન તરીકે યથાવત રહેશે? તો બીજી તરફ આરસીબીની ટીમ વિરાટ કોહલીને કેપ્ટન તરીકે જાળવી શકશે.
આગામી સિઝનથી બે ટીમ વધશે. પરિણામે ટીમોની સંખ્યા 8ને બદલે 10 થશે. જેને લઈને મેચની સંખ્યા પણ વધશે. જોકે, ટીમ વધવાની સાથે ટૂર્નામેન્ટનું ફોર્મેટ શું હશે? તેની બીસીસીઆઈએ હજી સુધી સ્પષ્ટતા કરી નથી. અત્યારે જે રીતે રાઉન્ડ થાય છે, તેમ અને ટીમોને બે ગ્રુપમાં વહેંચીને ફોર્મેટ તૈયાર થઈ શકે છે. આ સિઝનમાં 76થી 94 મેચ રમાઈ શકે છે. આ માટે બીસીસીઆઈને મોટા વિંડોની જરૂર પડશે. આવતા વર્ષે ટી -20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાશે, ત્યારે ખેલાડીઓનું વર્કલોડ પણ વધશે.
" isDesktop="true" id="1109487" >
વર્તમાન સિઝનની મેચ UAEમાં થશે
UAEમાં 19 સપ્ટેમ્બરથી આઈપીએલ 2021ના બીજા તબક્કાની શરૂઆતના અહેવાલો પણ મળી રહ્યા છે. અલબત, તેનું શેડ્યૂલ હજી આવ્યું નથી. કોરોના મહામારીના કારણે ભારતમાં પ્રથમ તબક્કાને 4 મે રોજના અડધેથી જ મુલતવી રાખવો પડ્યો હતો. 4 મે સુધીમાં આ લીગની ફક્ત 29 મેચ રમાઈ હતી. 31 મેચ હજી બાકી છે. આ સિઝન પછી ટી 20 વર્લ્ડ કપ પણ UAEમાં રમાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર