Home /News /sport /IPL AUCTION 2023: આઇપીએલ ઓક્શનમાં પ્રથમ દિવસે સૌરાષ્ટ્રના બે ખેલાડીઓને જુદી જુદી ટીમમાં સમાવેશ

IPL AUCTION 2023: આઇપીએલ ઓક્શનમાં પ્રથમ દિવસે સૌરાષ્ટ્રના બે ખેલાડીઓને જુદી જુદી ટીમમાં સમાવેશ

સમર્થ વ્યાસને રૂ.20 લાખમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ખરિદ્યો છે.

IPL Auction 2023: ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં જેમનો સમાવેશ થયો છે તેવા સમર્થ વ્યાસે જણાવ્યું હતું કે, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવું મારા માટે એક સપનું હતું. આજે જ્યારે કોચીમાં ચાલી રહેલા ઇન્ડિયન પ્રીમિયર લીગના ઓક્શન સમયે હું રણજી ટ્રોફીના એક મેચમાં વ્યસ્ત હતો.

વધુ જુઓ ...
અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 માટેના ઓક્શનની આજે શરૂઆત થઈ છે. જે ઓક્શનમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયેલા બે ખેલાડીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં રમશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા જયદેવ ઉનડકટ લખનઉ સુપર જાયન્ટની ટીમમાંથી રમશે. જ્યારે કે આઇપીએલમાં પ્રથમ વખત જેમની ખરીદી થઈ છે તેવા સમર્થ વ્યાસ સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમશે.

સૌરાષ્ટ્રનો વધુ એક ખિલાડી રમશે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં

કોચીમાં ચાલી રહેલા ઇન્ડિયન પ્રીમિયર લીગના ઓક્શનમાં સૌરાષ્ટ્રના બે ખેલાડીઓને જુદી જુદી ટીમ દ્વારા ખરીદવામાં આવ્યા છે. જેમાં જયદેવ ઉનડકટને ફ્રેન્ચાઇસી દ્વારા તેના બેઝ પ્રાઇઝમાં એટલે કે રૂપિયા 50 લાખમા લખનઉ સુપર જાયન્ટ દ્વારા સમાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જયદેવ ઉનડકટે પોતાનું ડેબ્યૂ કર્યું હતું. દિલ્હી કેપિટલ તરફથી રમતા તેણે IPL ની દુનિયામાં પોતાનું પ્રથમ પગલું ભર્યું હતું. ત્યારથી લઈને આજ દિવસ સુધી તે જુદી જુદી પાંચ ટીમના સભ્ય બની ચૂક્યા છે. લખનઉ સિવાય જયદેવ કોલકત્તા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, રાઈઝીંગ પુણે ટીમના પણ સભ્ય રહી ચૂક્યા છે. જયદેવ ઉનડકટે IPLમાં 91 મેચની અંદર 91 વિકેટ પ્રાપ્ત કરી છે.સમર્થ વ્યાસને રૂ.20 લાખમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ખરિદ્યો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા તેમજ સૌરાષ્ટ્રના રણજી પ્લેયર સમર્થ વ્યાસને રૂપિયા 20 લાખમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં સમાવવામાં આવ્યો છે. સમર્થ વ્યાસ વર્ષ 2015થી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયેલો છે. અત્યાર સુધી રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી તેમજ મુસ્તાક અલી ટી-20 ટ્રોફીમાં તેમનું યોગદાન સારું રહ્યું છે. ખાસ કરીને ટી-20 મેચમાં તેનો સ્ટ્રાઈક રેટ 150 થી પણ ઉપરનો છે. તો સાથોસાથ તે ઓલ્ડ રાઉન્ડર પ્લેયર પણ છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવું મારા માટે એક સપનું હતું

ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં જેમનો સમાવેશ થયો છે તેવા સમર્થ વ્યાસે જણાવ્યું હતું કે, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવું મારા માટે એક સપનું હતું. આજે જ્યારે કોચીમાં ચાલી રહેલા ઇન્ડિયન પ્રીમિયર લીગના ઓક્શન સમયે હું રણજી ટ્રોફીના એક મેચમાં વ્યસ્ત હતો. મેચ પૂર્ણ થયા બાદ હું જ્યારે ડ્રેસિંગરૂમમાં હતો ત્યારે મારો ટર્ન આવ્યો, થોડીકવાર માટે હું ખૂબ જ ડિપ્રેશ હતો. પરંતુ જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા મને પિક કરવામાં આવ્યો ત્યારે હું ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયો હતો. મને વિશ્વાસ છે કે અત્યાર સુધી જે પ્રમાણેનું મારું પ્રદર્શન રહ્યું છે. એજ પ્રમાણેનું પ્રદર્શન આગામી દિવસોમાં પણ રહેશે. જે ખેલાડીઓને હું માત્ર ટીવીમાં જોતો હતો તેઓ સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન રમવાનો પણ મોકો મળશે. તેમજ જો હું ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સારું પ્રદર્શન કરીશ તો આગામી સમયમાં મારા માટે ઇન્ટરનેશનલ મેચ રમવાની પણ તક સાંપડવી વધુ સરળ બનશે.અમે દીકરાને કહ્યું હતું કે IPL રમવા તારે ખૂબ જ મહેનત કરવી પડશે : સમર્થ વ્યાસના પિતા

કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણામાંથી આ હકીકત વ્યાસ પરિવારના આંગણે સાચી પડી છે. સમર્થ વ્યાસ નામના ખેલાડીને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં રૂપિયા 20 લાખમાં સમાવવામાં આવ્યો છે. ત્યારે ન્યુઝ 18 ગુજરાતી દ્વારા સમર્થ વ્યાસના પિતા સાથે વાતચીત કરવામાં આવી હતી. ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સમર્થ વ્યાસના પિતાએ જણાવ્યું હતું કે, આજે કોચીમાં જે ઓકશન ચાલી રહ્યું હતું. તેમણે સૌ કોઈ ઘરે ટીવી પર નિહાળી રહ્યા હતા. જ્યારે મારે દીકરાને સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા ખરીદ કરવામાં આવ્યો તે મારા સૌ કોઈ માટે ગર્વની ક્ષણ હતી. અમે પહેલેથી જ અમારા દીકરાને કહ્યું હતું કે IPLમાં રમવા માટે તારે ખૂબ જ મહેનત કરવી પડશે. તે પહેલેથી જ મહેનત કરી રહ્યો હતો. તેમજ તેનું જે પરફોર્મન્સ છે તે ખાસ કરીને મુસ્તાક અલી ટી 20 લીગમાં ખૂબ જ સારું રહ્યું છે. ફ્રેન્ચાઇસીઓ પણ આ લીગમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને પોતાના ધ્યાનમાં રાખતી હોય છે.જયદેવ ઉનડકટને એક સમયે 11.5 કરોડમાં ખરીદ કરવામાં આવ્યો હતો

ઇન્ડિયન પ્રીમિયર લીગની 2018ની સિઝનમાં જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સ દ્વારા 11.5 કરોડમાં ખરીદ કરવામાં આવ્યો હતો. વર્ષ 2019 ની સિઝનમાં જયદેવ ઉનડકટને 8.4 કરોડમાં ખરીદવામાં કરવામાં આવ્યો હતો. જ્યારે કે 2022માં મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા તેને 1.3 કરોડમાં ખરીદ કરવામાં આવ્યો હતો. જ્યારે કે આજ રોજ થયેલા ઓકશનમાં તેને માત્ર 50 લાખ રૂપિયામાં લખનઉ સુપર જાયન્ટ દ્વારા ખરીદ કરવામાં આવ્યો છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Indian premier league, IPL 2023, IPL Auction 2022

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો