Home /News /sport /IPL Auction 2023: માં અને દાદી તો ભાવુક થઈ ગયા, 13 કરોડમાં ખરીદાયો ક્રિકેટર, જુઓ VIDEO
IPL Auction 2023: માં અને દાદી તો ભાવુક થઈ ગયા, 13 કરોડમાં ખરીદાયો ક્રિકેટર, જુઓ VIDEO
હેરી બૃક
IPL Auction માં હેરી બ્રુકને રૂ. 13.25 કરોડની બોલી લગાવીને સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના કેમ્પમાં સામેલ કરી લીધો છે. પોતાની આટલી ઉંચી કિંમત બોલાતા બેરી બ્રુક ખૂબ જ ભાવુક થઈ ગયો હતો.
IPL Auction 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ના 16મી સીઝન માટેનુ ઓક્શન 23 ડિસેમ્બરે કોચીમાં યોજવામાં આવ્યું હતું. આ મીની ઓક્શનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે (SRH) ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન હેરી બ્રુક (Harry Brook) પર ઊંચી બોલી લગાવી હતી. જણાવી દઈએ કે ઓક્શનના પ્રથમ સેટમાં જ પહેલા સેટમાં જ હેરી બ્રુકને રૂ. 13.25 કરોડની બોલી લગાવીને સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના કેમ્પમાં સામેલ કરી લીધો છે. પોતાની આટલી ઉંચી કિંમત બોલાતા બેરી બ્રુક ખૂબ જ ભાવુક થઈ ગયો હતો.
આપને જણાવી દઈએ કે હેરી બ્રુકની બેસ પ્રાઈઝ માત્ર રૂ. 1.50 કરોડની હતી. આ જાહેર થયા બાદ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોરે બિડિંગ શરૂ કર્યું હતું. જો કે કિંમત વધતા બેંગ્લોરે પીછે હટ કર્યુ અને અંતે હેરી બ્રુકને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે જે વખતે હેરી બ્રુક માટે બિડિંગ કરવામાં આવી રહ્યું હતું, તે સમયે બેરી પોતાના દાદી અને માતા સાથે જમી રહ્યાં હતા. જ્યારે તેમને આ વાતની જાણકારી મળી તે ખુબ જ ખુશ થયા હતા અને તેમની માતા અને દાદીની આંખોમાં આંસુ આવી ગયા હતા. ઓક્શન બાદ બ્રુકનો એક વિડીયો જીઓ સિનેમા પર રિલીઝ થયો હતો, જે હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે કહેતા દેખાઈ રહ્યાં છે કે, મને સમજાતું નથી કે કેવી પ્રતિક્રિયા આપવી, મારી પાસે વર્ણન કરવા માટે શબ્દો નથી. મેં મારી માતા અને દાદી સાથે ડિનર કર્યું અને જ્યારે હૈદરાબાદે મને IPL ઓક્શનમાં પસંદ કર્યો ત્યારે તેઓ રડી પડ્યાં હતા.
બ્રુકે ટ્વિટ કરતા જણાવ્યું કે, હાય ઓરેન્જ આર્મી, આ વર્ષે IPLમાં આવવાની આ તક માટે હું ખરેખર ઉત્સાહિત અને આભારી છું. હું ખરેખર સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમવા માટે ઉત્સુક છું. મેં સાંભળ્યું છે કે ટીમ એન્વાયરમેન્ટ ખુબ સારું છે, હું ખરેખર ઉત્સાહિત છું.
બ્રુકે તાજેતરમાં જ પાકિસ્તાન સામે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમી હતી, જેમાં તેણે ત્રણ સદી ફટકારી હતી. બ્રુક રેડ-બોલ સિરીઝમાં સૌથી વધુ રન-સ્કોરર અને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બન્યો હતો.
બ્રુકને સાત મેચની T20I સીરીઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ મળ્યો હતો, જે મેચ ઈંગ્લેન્ડે બાબર આઝમની પાકિસ્તાન સામે 4-3થી જીતી હતી. રાઈટ હેન્ડર બેટ્સમેન પાકિસ્તાન સુપર લીગ (PSL)માં લાહોર કલંદર્સ તરફથી રમતી વખતે પણ શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર