Home /News /sport /IPL 2023: દિગ્ગજ મેચવિનર ખેલાડીઓએ કહ્યું અલવિદા, આ વખતે નહીં દેખાય મેદાનમાં, હરાજીમાંથી નામ કઢાવ્યા

IPL 2023: દિગ્ગજ મેચવિનર ખેલાડીઓએ કહ્યું અલવિદા, આ વખતે નહીં દેખાય મેદાનમાં, હરાજીમાંથી નામ કઢાવ્યા

IPL 2023ની હરાજી પહેલા 10 ટીમોએ ખેલાડીઓને રિલીઝ- રિટેન કર્યા

IPL 2023 Mega Auction Event: આગામી હરાજીમાં 991 ખેલાડીઓએ તેમના નામની નોંધણી કરાવી હોવાની પુષ્ટિ થઈ છે અને કેટલાક દિગ્ગજ ખેલાડીઓએ પોતાના નામ પાછા ખેંચાવી લીધા છે.

IPL 2023 હરાજીની લીસ્ટ (IPL 2023 Auction List)ને થોડા દિવસો પહેલાં જ આખરી ઓપ આપવામાં આવ્યો હતો. મિની ઓક્શન માટે ખેલાડી (Players)ઓ માટે પોતાને રજીસ્ટ્રેશન કરાવવાની અંતિમ (Last date of Registration) તારીખ 30 નવેમ્બર, 2022 હતી. આઇપીએલ (IPL 2023)ના આયોજકોએ તારીખ 1 ડિસેમ્બરે કોચી (Kochi)માં યોજાનારી આગામી હરાજી (IPL 2023 Mega Auction Event)માં 991 ખેલાડીઓએ તેમના નામની નોંધણી કરાવી હોવાની પુષ્ટિ કરી હતી.

991 ખેલાડીઓમાંથી 714 ખેલાડીઓ ભારતના છે, જ્યારે 277 વિદેશી ખેલાડીઓ છે. આઈપીએલ 2023ની હરાજી પહેલાં રિલીઝ કરવામાં આવેલા લગભગ તમામ ભારતીય ખેલાડીઓ હરાજીમાં થનારા નામોની યાદીમાં સામેલ છે. જોકે ચાલુ વર્ષે આઇપીએલની ડીલ્સ ગુમાવનાર પાંચ વિદેશી ખેલાડીઓ (players missing in IPL 2023 Auction List)એ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી. તો ચાલો નજર કરીએ કયા કયા ખેલાડીઓએ નથી કર્યું પોતાનું રજીસ્ટ્રેશન.

કિરોન પોલાર્ડ

મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ)ના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે રિટેન્શનની જાહેરાતના દિવસે જ આઇપીએલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. પોલાર્ડ 2010થી 2022 દરમિયાન MI માટે રમ્યો હતો. તે અગાઉની સિઝનમાં સંઘર્ષ કરી રહ્યો હતો અને તેને પ્લેઈંગ ઈલેવનમાંથી પણ ડ્રોપ કરવામાં આવ્યો હતો.

MIએ તેને આગામી સીઝન માટે આઈપીએલમાં જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. તેથી પોલાર્ડે નિવૃત્તિ લઈને મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં બેટીંગ કોચની જવાબદારી સંભાળી હતી.

ડ્વેન બ્રાવો

ડ્વેન બ્રાવો આઇપીએલના ઇતિહાસમાં 183 સ્કેલ્પ સાથે સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર છે. ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર આઈપીએલ 2023ની હરાજી માટે ફ્રેન્ચાઇઝીની રિટેન કરેલા ખેલાડીઓની લીસ્ટમાંથી ગાયબ જણાયો હતો.

ઘણા ફેન્સને લાગ્યું હતું કે સીએસકે તેને મિની હરાજીમાં ઓછી કિંમતે ફરીથી સાઇન કરશે. જોકે બ્રાવોએ ગઈકાલે નિવૃત્તિની જાહેરાત કરી હતી. સીએસકેએ હવે તેને આઈપીએલ 2023 માટે તેમના બોલિંગ કોચ તરીકે સામેલ કર્યો છે.

સેમ બિલિંગ્સ

સેમ બિલિંગ્સ ગત સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) તરફથી રમ્યો હતો. તેને રમવાની સતત તકો મળી ન હોવાથી તે પ્લેઇંગ ઇલેવનની અંદર અને બહાર હતો. બિલિંગ્સે આ વર્ષની શરૂઆતમાં ટ્વિટર પર જાહેરાત કરી હતી કે તે આઈપીએલ 2023માં ભાગ લેશે નહીં. પોતાના ખસી જવા પાછળનું કારણ સમજાવતા બિલિંગ્સે લખ્યું હતું કેઃ “ઇંગ્લિશ ઉનાળાની શરૂઆતમાં @kentcricket સાથે લાંબા ફોર્મેટના ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે."

આ પણ વાંચો: સચિન જે ન કરી શક્યો એ દીકરા અર્જુને કરી બતાવ્યુ, પિતાનું અધૂરું સપનું પૂરુ કર્યું

પેટ કમિન્સ

પેટકમિન્સ બીજો ખેલાડી છે, જેણે ગત સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ તે આઈપીએલ 2023માંથી ખસી ગયો છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર આઈપીએલ 2022માં શાનદાર ટચમાં હતો, કારણ કે તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી હાફ સેન્ચુરી ફટકારી હતી. ક્યુમિન્સ પોતાને એશિઝ માટે ફીટ રાખવા માટે આઈપીએલ 2023 નહીં રમે. તે ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ કેપ્ટન છે અને તેમની ઇંગ્લેન્ડ સામેની શ્રેણી 16 જૂનથી શરૂ થશે.

" isDesktop="true" id="1304231" >

એલેક્સ હેલ્સ

ઇંગ્લેન્ડના બેટ્સમેન એલેક્સ હેલ્સને KKR દ્વારા આઈપીએલ 2022માં સાઇન કરવામાં આવ્યો હતો. તેણે ટુર્નામેન્ટમાં ભાગ લીધો નથી. ચાલુ વર્ષે ટી-20 ક્રિકેટમાં તેના શાનદાર ફોર્મને ધ્યાનમાં રાખીને કોલકાતાએ તેને આઇપીએલ 2023 માટે રિટેન કરવાનું વિચાર્યું હોઇ શકે છે. જો કે, રિટેન્શનના દિવસે KKRએ જાહેરાત કરી હતી કે હેલ્સ વ્યક્તિગત કારણોસર આઈપીએલ 2023 માટે ઉપલબ્ધ નથી.
First published:

Tags: IPL Auction 2022, IPL Latest News, ક્રિકેટ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો