Home /News /sport /IPL Auction: આઈપીએલમાં હરાજીના સોદા પડાવનાર હ્યુ એડમીડ્સ કોણ છે? જાણો હરાજીમાં તેમની ભૂમિકા અંગે

IPL Auction: આઈપીએલમાં હરાજીના સોદા પડાવનાર હ્યુ એડમીડ્સ કોણ છે? જાણો હરાજીમાં તેમની ભૂમિકા અંગે

IPL Auction 2022 : આઈપીએલમાં હરાજીના સોદા પડાવનાર આ વ્યક્તિ કોણ છે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે ખેલાડીઓની હરાજી (IPL auction) 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લુરુ ખાતે યોજાશે. આ માટે ફ્રેન્ચાઈઝીઓએ 590 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. આ હરાજી ફરી એકવાર બ્રિટનના હ્યુ એડમીડ્સ કરશે. તેમણે 2019માં વેલ્સના રિચાર્ડ મેડલીની જગ્યા લીધી હતી.

વધુ જુઓ ...
    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે ખેલાડીઓની હરાજી (IPL auction) 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લુરુ ખાતે યોજાશે. આ માટે ફ્રેન્ચાઈઝીઓએ 590 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. આ હરાજી ફરી એકવાર બ્રિટનના હ્યુ એડમીડ્સ કરશે. તેમણે 2019માં વેલ્સના રિચાર્ડ મેડલીની જગ્યા લીધી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના કોષાધ્યક્ષ અરુણ ધુમલે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે એડમિડ્સે હરાજી કરનાર તરીકે શાનદાર કામ કર્યું છે.

    IPLમાં આ વર્ષે વધુ બે ટીમોનો સમાવેશ થવાની સાથે મોટી અને વધુ મનોરંજક બનવાની તૈયારીમાં છે. IPLમાં કુલ 590 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. જેમાં 370 ભારતીય ખેલાડીઓ અને 220 વિદેશી છે. હરાજી માટે ફ્રેન્ચાઈઝીઓ બિડિંગ વોર શરુ કરે તે પહેલા દરેક ખેલાડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ટીમના માલિકો, વ્યૂહરચનાકારો અને કોચ બધા વાજબી કિંમતે શ્રેષ્ઠ ખેલાડીની શોધ માટે ભેગા થાય છે.

    આ હરાજીમાં ગ્રુપમાં રહેલા સંખ્યાબંધ લોકો ખેલાડીઓ પર ધ્યાન આપે છે અને પ્રાઇસ ટેગ લગાવે છે, ત્યારે એક હ્યુ એડમીડ્સ આખી ઇવેન્ટને કંટ્રોલ કરશે. તેમની જવાબદારી હરાજી કરાવવાની છે.

    હ્યુ એડમીસનું કામ શું છે?

    પોતાની 36 વર્ષની લાંબી કારકિર્દીમાં એડમીડ્સે વૈશ્વિક સ્તરે 2500થી વધુ હરાજીનું સંચાલન કર્યું છે. તે આંતરરાષ્ટ્રીય ફાઇન આર્ટ, ક્લાસિક કાર અને ચેરિટી હરાજી કરનાર છે અને તેમણે 2.7 અબજ પાઉન્ડથી વધુની રકમમાં 3 લાખથી વધુ લોટનું વેચાણ કર્યું છે.

    આ પણ વાંચો : IPL Auction 2022 Live: આઈપીએલનું મેગા ઓક્શન, ગણતરીની મિનિટોમાં શરૂ થશે હરાજી

    તેઓ પેઇન્ટિંગ્સ, ફાઇન ફર્નિચર, સિરામિક્સ અને વર્ક્સ ઓફ આર્ટ અને ફિલ્મ તથા સ્પોર્ટિંગ સહિતની વિવિધ વસ્તુઓની હરાજી કરવાનો અનુભવ ધરાવે છે. 2004માં તેમણે એરિક ક્લેપ્ટનના 88 ગિટારની હરાજી હાથ ધરી હતી, જેમાં કુલ $7,438,624ની રકમ ઊભી કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે 2016માં 2,434,500 પાઉન્ડમાં જેમ્સ બોન્ડના સ્પેક્ટરમાંથી ડેનિયલ ક્રેગની એસ્ટોન માર્ટિન ડીબી10ની પણ હરાજી કરી હતી.

    એડમીડ્સે 2005માં જરૂરિયાતમંદ બાળકોની સહાય માટે બીબીસીની ટેલિવિઝન પર પ્રસારિત સેલિબ્રિટી ઓક્શન હાથ ધર્યું હતું અને 2008માં લંડન ખાતે નેલ્સન મંડેલાના 90માં જન્મદિવસના ગાલામાં પણ તેમને હરાજી કરાવી હતી. તેમણે વિશ્વના 30 શહેરોમાં 850 થી વધુ ચેરિટી ફંડરાઇઝર્સ માટે હરાજી પણ કરી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: IPL 2022, IPL 2022 Mega Auction, આઇપીએલ ઓક્શન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन