IPL Auction 2021: આઇપીએલમાં SRKના પુત્ર આર્યનનું ડેબ્યૂ, ઓક્શન ટેબલ પર દેખાયો

IPL Auction 2021: આઇપીએલમાં SRKના પુત્ર આર્યનનું ડેબ્યૂ, ઓક્શન ટેબલ પર દેખાયો
IPL Auction 2021: આઇપીએલમાં SRKના પુત્ર આર્યનનું ડેબ્યૂ, ઓક્શન ટેબલ પર દેખાયો

આઇપીએલ ઓક્શનમાં જુહી ચાવલાની દીકરી પણ જોવા મળી

  • Share this:
    નવી દિલ્હી : કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના ઓનર અને બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન (shah Rukh Khan)નો પુત્ર આર્યન (Aryan khan) પણ આઇપીએલની હરાજીનો ભાગ બન્યો હતો. પ્રથમ વખત કિંગ ખાનનો પુત્ર આઇપીએલના ઓક્શનમાં સામેલ થયો છે. કોલકાતા નાઇટ રાઇડર્સના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવેલ તસવીરમાં આર્યન ખાન જોવા મળ્યો હતો. આર્યન ખાન અને જુહી ચાવલાની પુત્રી જાન્હવી સાથે ચર્ચા કરતા આઇપીએલ ઓક્શનના ટેબલ પર જોવા મળ્યો હતો. તેમની સાથે KKRના ઓનર જય મહેતા, વેંકી મૈસૂર અને ટીમનો આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર પણ જોવા મળ્યો હતો.

    કિંગ ખાનનો મોટો પુત્ર આર્યનખાન કે.કે.આરની ટીમને શરૂઆતથી જ ફોલો કરી રહ્યો છે. તે પહેલી સિઝનથી જ મેચ જોઇ રહ્યો છે. યુ.એ.ઈમાં યોજાએલ ગત આઇપીએલમાં પણ તે જોવા મળ્યો હતો. તે તેના પિતા સાથે KKRની ટીમ સાથે મેચમાં જોવા મળ્યો હતો. આ પહેલા તે અનેકવાર KKRની મેચમાં જોવા મળ્યો છે. આઇપીએલના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવેલી તસવીરમાં પહેલીવાર આર્યન જોવા મળ્યો છે.



    આ પણ વાંચો - IPL Auction 2021 Live: ક્રિસ મોરિસ આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો, રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડમાં ખરીદ્યો

    જુહી ચાવલાની દિકરી જાન્હવી પણ ઓક્શનમાં જોવા મળી

    આઇપીએલ ઓક્શનમાં જુહી ચાવલાની દીકરી પણ જોવા મળી હતી. આ પ્રથમવાર નથી કે જૂહી ચાવલાની દીકરી ઓક્શનમાં અનેકવાર જોવા મળી છે. જાન્હવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આઇપીએલ ઓક્શનમાં થઇ રહેલી ઘટનાઓની જાણકારી આપી રહી છે. ટ્વિટર પર જોરદાર વાયરલ થઇ રહી છે. એક પ્રશંસકે લખ્યું કે ગજબ આર્યન પણ ઓક્શનમાં સામેલ છે. મને નથી લાગતુ કે આ પહેલા તે એક પણ ઓક્શનમાં સામેલ થયો હોય. વધુ એક યૂઝરે લખ્યું કે, આર્યનનું આઇપીએલ ઓક્શનમાં ડેબ્યું થયું છે. મહત્વનું છે કે હરાજીમાં કે.કે.આર પાસે ખેલાડીઓ ખરીદવા માટે 10.74 કરોડ રૂપિયા છે અને ટીમ પાસે 8 સ્લોટ ખાલી છે.
    Published by:Ashish Goyal
    First published:February 18, 2021, 17:15 pm

    ટૉપ ન્યૂઝ