આઈપીએલની હરાજી 2021માં પંજાબ કિંગ્સે સૌથી વધારે 9 ખેલાડીઓને ખરીદ્યા. આ પછી આરસીબી, દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સે 8-8 ખેલાડીઓ ખરીદ્યા. કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સે 7-7 ખેલાડીઓ ખરીદ્યા. જ્યારે ચેન્નઈ સુપરકિંગ્સે 6 ખેલાડીઓ પર દાવ લગાવ્યો, સનરાઇઝર્સ હૈદરાબાદે ફક્ત 3 ખેલાડીઓ પર બોલી લગાવી. આ હરાજીમાં 56 ખેલાડી વેચાયા
કેદાર જાધવને સનરાઇઝર્સ હૈદરાબાદે, હરભજન સિંહને કોલકાતા નાઇટ રાઇડર્સે અને સેમ બિલિંગ્સને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યા. આ ત્રણેયની બેસ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી
અફઘાનિસ્તાનના યુવા ઓફ સ્પિનર મુજીબ ઉર રહમાનને સનરાઇઝર્સ હૈદરાબાદે 1.5 કરોડમાં ખરીદ્યો. કેકેઆરે કરુણ નાયરને 50 લાખ અને બેન કટિંગને 75 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યા
અર્જુન તેંડુલકર આઈપીએલમાં રમશે, મુંબઈ ઇન્ડિયન્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો
ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર કાયલ જેમિસનને 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો. પિયુષ ચાવલાને મુંબઈ ઇન્ડિયન્સે 2.40 કરોડમાં ખરીદ્યો
ચેતેશ્વર પૂજારાને આઈપીએલની હરાજીમાં ચેન્નઈ સુપરકિંગ્સે તેની બેસ પ્રાઇઝ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો, પૂજારા છેલ્લે 2014માં આઈપીએલમાં રમ્યો હતો. આ પહેલા દર વર્ષે હરાજીમાં અનસોલ્ડ રહેતો હતો
કર્ણાટકના ઓફ સ્પિનર કૃષ્ણપ્પા ગૌતમને 9.25 કરોડ રૂપિયામાં ચેન્નઈ સુપરકિંગ્સે ખરીદ્યો. ગૌતમ આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો
સચિન બેબીને તેની બેસ પ્રાઇસ 20 લાખ રૂપિયામાં આરસીબીએ ખરીદ્યો
ચેન્નાઈના 25 વર્ષીય બેટ્સમેન શાહરુખ ખાનને પંજાબ કિંગ્સે 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો
લેગ સ્પિનર પિયુષ ચાવલાને મુંબઈ ઇન્ડિયન્સે 2 કરોડ 40 લાખ રૂપિયામાં ખરીદ્યો
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર નાથન કુલ્ટર નાઇલને મુંબઈ ઇન્ડિયન્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો
ઉમેશ યાદવને દિલ્હી કેપિટલ્સે તેની બેસ પ્રાઇસ 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસનને પંજાબ કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેણે હાલમાં જ બિગ બેશમાં 27 વિકેટ ઝડપી હતી
બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહમાનને રાજસ્થાન રોયલ્સે બેસ પ્રાઇસ 1 કરોડમાં ખરીદ્યો
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર એડમ મિલ્નેને મુંબઈ ઇન્ડિયન્સે 3.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. મિલ્નેને બેસ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી
ઇંગ્લેન્ડના ડેવિડ મલાનને પંજાબ કિંગ્સે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો
50 લાખની બેસ પ્રાઇસ સાથે હરાજીમાં ઉતરેલા શિવમ દૂબેને 4.4 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે
50 લાખની બેસ પ્રાઇસ સાથે હરાજીમાં ઉતરેલા શિવમ દૂબેને 4.4 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીને સીએસકેએ 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો. મોઈન અલીની 2 કરોડની બેસ પ્રાઇસ હતી
બાંગ્લાદેશના સાકિબ અલ હસનને કોલકાતા નાઇટ રાઇડર્સે 3.2 કરોડમાં ખરીદ્યો. સાકિબની બેસ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી
કેદાર જાધવ અનસોલ્ડ રહ્યો. કેદારની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી
ગ્લેન મેક્સવેલ આઈપીએલના ઇતિહાસનો ચોથા સૌથી મોંઘો ખેલાડી છે. આ પહેલા યુવરાજ સિંહને 16 કરોડ, પેટ કમિન્સને 15.5 કરોડ અને બેન સ્ટોક્સને 14.5 કરોડ રૂપિયા મળ્યા હતા. મેક્સવેલ આઈપીએલ-2020માં સાવ ફ્લોપ રહ્યો હતો. છતા તેને ઘણી કિંમત મળી છે
ગ્લેન મેક્સવેલને અધધ 14.25 કરોડ રૂપિયામાં RCBએ ખરીદ્યો
સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સે 2.20 કરોડ રૂપીયામાં ખરીદ્યો
હરાજીથી થઈ શરૂઆત
CSKના ડ્રેસમાં ધોનીના શબ્દ
RCBને 11 સ્થાન માટે કરવાની છે પસંદગી
સૌથી વધુ રકમ પંજાબ કિંગ્સ પાસે
RCB આ ત્રણ વિદેશી ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે
કોલકાતા નાઈટ રાઇડર્સ પાસે માત્ર 10.75 કરોડ રૂપિયા
મુંબઇ ઇન્ડિયન્સ પાસે હરાજી માટે માત્ર 15.35 કરોડ રૂપીયા
કિંગ્સ ઇલેવન પંજાબ પાસે 53 કરોડ રૂપિયા
સનરાઇઝર્સ હૈદરાબાદની હરાજીમાં શું છે સ્થિતિ?
દિલ્હી કેપિટલ્સની શું છે સ્થિતિ?
આઈપીએલ ફ્રેન્ચાઇઝના પર્સમાં કેટલા પૈસા છે?
આઈપીએલ 2021ની હરાજીમાં કેટલા ખેલાડીઓ હશે?
ગ્લેન મેક્સવેલ 2020માં રહ્યો હતો ફ્લોપ
KL રાહુલે KXIPને નિરાશ નહોતી કરી
ગૌતમ ગંભીરને KKRએ 11.4 કરોડમાં ખરીદ્યો હતો
ઉનડકટ આઇપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ભારતીય બોલર
પેટ કમિન્સ સૌથી મોંઘો વિદેશી ખેલાડી
IPLની હરાજીમાં યુવીના નામે છે રેકોર્ડ
આઇપીએલ હરાજી 2021નું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?
IPL 2021ની હરાજીનું લાઇવ પ્રસારણ કઈ ચેનલ પર થશે?
IPL 2021ની હરાજી ક્યાં યોજાશે?
IPL હરાજી 2021 કયા સમયે શરૂ થશે?