IPL 2021 Auction: ક્રિસ મોરિસ આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો, જાણો કેટલી મળી કિંમત

IPL 2021 Auction:ક્રિસ મોરિસ આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને આઈપીએલમાં (IPL 2021 Auction) લોટરી લાગી, તેની બેસ પ્રાઇઝ 75 લાખ રૂપિયા હતી

  • Share this:
    નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને આઈપીએલમાં (IPL 2021 Auction) લોટરી લાગી છે. ક્રિસ મોરિસને (Chris Morris)રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડ રૂપિયા જેટલી અધધ કિંમતે ખરીદ્યો છે. ક્રિસ મોરિસની બેસ પ્રાઇઝ 75 લાખ રૂપિયા હતી. મોરિસ આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેણે યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો છે. યુવરાજને 2015માં દિલ્હી ડેરડેવિલ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

    યુવરાજ 2015ની સિઝનમાં સૌથી મોંઘા પ્લેયર તરીકે વેચાયો હતો. જોકે તે સિઝનમાં તે ખાસ કમાલ કરી શક્યો ન હતો. તેણે 14 મેચમાં 19ની એવરેજથી ફક્ત 248 રન બનાવ્યા હતા. આ પછીની સિઝનમાં દિલ્હીએ તેને રિલીઝ કરી દીધો હતો. હવે ક્રિસ મોરિસે તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એ જોવું રસપ્રદ રહેશે કે મોરિસ રાજસ્થાન રોયલ્સને કેટલો ફાયદો પહોંચાડે છે.



    આ પણ વાંચો - IPL Auction 2021: આઇપીએલમાં SRKના પુત્ર આર્યનનું ડેબ્યૂ, ઓક્શન ટેબલ પર દેખાયો

    ક્રિસ મોરિસનો આઈપીએલમાં રેકોર્ડ

    ક્રિસ મોરિસ આઈપીએલમાં 70 મેચો રમ્યો છે. જેમાં તેણે 23.95ની એવરેજથી 551 રન બનાવ્યા છે. મોરિસની સ્ટ્રાઇક રેટ 157.87ની રહી છે. મોરિસે આઈપીએલમાં 80 વિકેટો પણ ઝડપી છે. તેની ઇકોનોમી રેટ 7.81ની છે. ગત સિઝનમાં મોરિસને આરસીબીએ 10 કરોડમાં ખરીદ્યો હતો પણ તે અનફિટ હોવાના કારણે 9 મેચ રમી શક્યો હતો.

    મોરિસની ફિટનેસ ચિંતાનો વિષય

    મોરિસ લાંબી સિક્સરો ફટકારવા સિવાય 140 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેંકવા માટે પણ ઓળખાય છે. જોકે તેની ફિટનેસ ખાસ નથી. સાથે તે દક્ષિણ આફ્રિકાની ટી-20 ટીમનો ભાગ પણ નથી. ગત આઈપીએલ પછી તે ક્રિકેટ રમતો જોવા મળ્યો નથી. આવા સમયે તેની આટલી મોટી કિંમત મળવી આશ્ચર્યકારક છે.
    Published by:Ashish Goyal
    First published: