મુંબઈ. ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ને ઘણા પૈસા મળે છે અને આ વાત એક આંકડા પરથી સ્પષ્ટ થાય છે. IPLમાં અત્યાર સુધીમાં 13 સીઝનનું આયોજન કરવામાં આવ્યું છે અને હવે આ વર્ષે 14મી સીઝનનું આયોજન કરવામાં આવશે. પરંતુ આ તમામ સીઝનો સાથે મળીને ખેલાડીઓના પગાર (IPL Players’ Salary) પાછળ 6144 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આઈપીએલની 14મી સીઝનમાં તમામ ટીમોએ મળીને ખેલાડીઓ માટેની બોલી પર કુલ 145.30 કરોડ ખર્ચ કર્યા હતા અને તેની સાથે આ આંકડો અહીં પહોંચી ગયો છે.
આઈપીએલ 2021 (IPL 2021) સીઝન માટે ચેન્નઇમાં યોજાયેલી હરાજી (IPL Auction 2021)માં 22 વિદેશી ખેલાડીઓ સહિત કુલ 57 ખેલાડીઓની ખરીદી કરવામાં આવી હતી. આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી અને ત્યારબાદથી આ લીગમાં કુલ 789 ખેલાડીઓને આઈપીએલના કરાર આપવામાં આવ્યા છે અને તેમાં ભારતીય ખેલાડીઓનો હિસ્સો 56.7 ટકા છે. ઇનસાઇડ સ્પોર્ટના સમાચાર મુજબ આ ખેલાડીઓના પગાર પાછળ 6144 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. આ નાણાંમાં ભારતીય ખેલાડીઓનો સૌથી મોટો હિસ્સો રહ્યો છે, જ્યારે બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો અને ત્રીજા નંબરે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ છે. ચાલો એક નજર કરીએ કે અત્યાર સુધીમાં કયા દેશના ખેલાડીઓને કેટલી રકમ આપવામાં આવી છે.
ભારત- આઈપીએલમાં અત્યાર સુધીમાં 14 સીઝનમાં ભારતીય ખેલાડીઓને કુલ 3433 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયા- આઈપીએલની 14મી સીઝનમાં અત્યાર સુધીમાં કુલ 94 ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને 905.9 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
દક્ષિણ આફ્રિકા - સાઉથ આફ્રિકા 56 ખેલાડીઓ સાથે લીગમાં ત્રીજા સ્થાને છે અને આ ખેલાડીઓના પગાર પાછળ 458.54 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.