IPL Auction: કમિન્સ15.50 કરોડ, મેક્સવેલ10.75 કરોડ રુપિયામાં વેચાયો

News18 Gujarati
Updated: December 19, 2019, 9:25 PM IST
IPL Auction: કમિન્સ15.50 કરોડ, મેક્સવેલ10.75 કરોડ રુપિયામાં વેચાયો
રોબિન ઉથપ્પાને રાજસ્થાન રોયલ્સે 3 કરોડ રુપિયામાં ખરીદ્યો, મેક્સવેલને કિંગ્સ ઇલેવન પંજાબે 10 કરોડ 75 લાખ રુપિયામાં ખરીદ્યો

રોબિન ઉથપ્પાને રાજસ્થાન રોયલ્સે 3 કરોડ રુપિયામાં ખરીદ્યો, મેક્સવેલને કિંગ્સ ઇલેવન પંજાબે 10 કરોડ 75 લાખ રુપિયામાં ખરીદ્યો

  • Share this:
કોલકાતા : આઈપીએલની ( IPL) 13મી સિઝન માટે ગુરુવારે કોલકાતામાં (Kolkata)ખેલાડીઓની હરાજી યોજાઈ હતી. આઇપીએલ 2020 (IPL 2020)માં આઠ ટીમો 338 ખેલાડીઓ ઉપર બોલી લગાવી હતી. સૌથી મોટી લોટરી ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને લાગી છે. તેને કોલકાતા નાઇટ રાઇડર્સે 15 કરોડ 50 લાખ રુપિયામાં ખરીદ્યો છે. જે આ સિઝનનો સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો છે.

IPL Auction 2020 Updates

- ક્રિસ લિનને 2 કરોડ રુપિયામાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો, બેઝ પ્રાઇઝ ઉપર જ વેચાયો

- ઇંગ્લેન્ડના ઇયોન મોર્ગનને કોલકાતાએ 5.25 કરોડ રુપિયામાં ખરીદ્યો

- રોબિન ઉથપ્પાને રાજસ્થાન રોયલ્સે 3 કરોડ રુપિયામાં ખરીદ્યો

- ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચને 4.40 કરોડમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ખરીદ્યો

- ઇંગ્લેન્ડના જેસન રોયને દિલ્હી કેપિટલ્સે 1 કરોડ 50 લાખમાં ખરીદ્યો

આ પણ વાંચો - IPL : વિરાટ કોહલીએ કહ્યું - 2020માં બદલી જશે RCBનું રુપ

- હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારાને કોઈને ના ખરીદ્યો

- ગ્લેન મેક્સવેલને કિંગ્સ ઇલેવન પંજાબે 10 કરોડ 75 લાખ રુપિયામાં ખરીદ્યો



- ક્રિસ વોક્સને દિલ્હી કેપિટલ્સે 1.50 કરોડ રુપિયામાં ખરીદ્યો

- યૂસુફ પઠાણ ના વેચાયો

- પેટ કમિન્સને 15.50 કરોડ રુપિયામાં કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યો

- ક્રિસ મોરિસને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 10 કરોડ રુપિયામાં ખરીદ્યો

- સેમ કરૈનને સીએસકેએ 5.50 કરોડ રુપિયામાં ખરીદ્યો

- એલિક્સ કૈરીને દિલ્હી કેપિટલ્સે 2.40 કરોડમાં ખરીદ્યો

- જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે 3 કરોડમાં ખરીદ્યો

- નાથન કુલ્ટર નાઇલને મુંબઈ ઇન્ડિયન્સે 8 કરોડમાં ખરીદ્યો

- શેલ્ડન કોટ્રેલને પંજાબે 8.50 કરોડમાં ખરીદ્યો

- શિમરોન હેટમાયરને દિલ્હીએ 7.75 કરોડમાં ખરીદ્યો

- પિયુષ ચાવલાને 6.75 કરોડમાં ચેન્નાઈ સુપરકિંગ્સે ખરીદ્યો

- મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને 4 કરોડ રુપિયામાં કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યો

- લેગ સ્પિનર રવિ બિશ્નોઈને 2 કરોડ રુપિયામાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો

- ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીને રાજસ્થાન રોયલ્સે 1.30 કરોડમાં ખરીદ્યો

- માર્કસ સ્ટોયનિસને 4.80 કરોડ રુપિયામાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો

- 48 વર્ષનો પ્રવિણ તાંબે આઈપીએલમાં રમશે. કોલકાતાએ 20 લાખ રુપિયામાં ખરીદ્યો
First published: December 19, 2019, 3:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading