યુવરાજ સિંહ એક જાહેરાતમાં કહે છે કે જબ તક બલ્લા ચલતા હૈ તબ તક ઠાઠ હૈ. આ જ વાત હવે તેને લાગુ પડી રહી છે. એક વખતે આઈપીએલમાં જલવો બતાવતા યુવરાજ સિંહ આ વખતે માંડ માંડ બીજા રાઉન્ડમાં વેચાયો હતો. જયપુરમાં ચાલી રહેલી આઇપીએલની હરાજીમાં યુવરાજ સિંહને પ્રથમ રાઉન્ડની બોલીમાં એકપણ ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યો ન હતો. જોકે બીજા રાઉન્ડમાં યુવરાજને મુંબઈ ઇન્ડિયન્સે 1 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 1 કરોડ રુપિયા હતી. એક સમય હતો જ્યારે યુવરાજનો જલવો હતો અને તે 16 કરોડ રુપિયાની રેકોર્ડ કિંમત પર વેચાયો હતો.
અર્શથી ફર્શ પર યુવરાજ સિંહ યુવરાજ સિંહને 2014માં આરસીબીએ 14 કરોડ રુપિયાની રેકોર્ડ કિંમત પર ખરીદ્યો હતો. આ પછી 2015માં દિલ્હી ડેરડેવિલ્સે 16 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. 2016માં હૈદરાબાદે તેની ઉપર 7 કરોડનો દાવ લગાવ્યો હતો. આ પછી યુવરાજની પડતી શરુ થઈ હતી. 2018માં કિંગ્સ ઇલેવન પંજાબે અંતિમ સમયે 2 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો.
આ ખેલાડીઓને લાગી લોટરી જયદેવ ઉનડકટ આ હરાજીમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો છે. 8.4 કરોડ રુપિયામાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇઝ 1.50 કરોડ રુપિયા હતી. વેસ્ટ ઇન્ડીઝના કાર્લોસ બ્રેથવેટને 5 કરોડમાં કોલકાતાએ ખરીદ્યો છે. વિન્ડીઝના નિકોલસ પૂરનને 4.20 કરોડમાં પંજાબે ખરીદ્યો છે. વિન્ડીઝના હેટમાયરને 4.20 કરોડમાં બેંગલોરે ખરીદ્યો છે.