આઈપીએલની 12મી સિઝન માટે જયપુરમાં ચાલી રહેલી હરાજીમાં અજાણ્યા ખેલાડી રાતોરાત કરોડપતિ બની ગયા છે. અમે વાત કરી રહ્યા છીએ મુંબઈના શિવમ દુબેની. જેને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 5 કરોડની મોટી કિંમત આપી ખરીદ્યો છે. શિવમ દુબેની બેઝ પ્રાઇઝ ફક્ત 20 લાખ રુપિયા હતી. જોકે તેનું નામ સામે આવતા જ બધી ટીમો તેને ખરીદવા માટે તુટી પડી હતી. આખરે શિમમ દુબને આરસીબીએ ખરીદ્યો હતો.
આક્રમક ઓલરાઉન્ડર છે શિવમ દુબે મુંબઈના આ ઓલરાઉન્ડરને ભારતીય ટીમનું ભવિષ્ય કહેવામાં આવે છે. વર્તમાન રણજી સિઝનમાં આ ડાબોડી બેટ્સમેન અને મીડિયમ પેસર બોલરે બધાને પ્રભાવિત કર્યા છે. શિવમ દુબે નંબર 6 અને 7 પર બેટિંગ કરે છે અને તે આક્રમક બેટિંગ માટે પ્રખ્યાત છે. સુનીલ ગાવસ્કરે તો તેને યુવરાજ સિંહ પછી ભારતનો સૌથી સારો હિટર ગણાવ્યો છે.
વર્તમાન રણજી સિઝનમાં શિવમ દુબએ 9 મેચમાં 69.86ની એવરેજથી 489 રન બનાવ્યા છે. દુબેએ આ સિઝનમાં અત્યાર સુધી 21 સિક્સરો ફટકારી છે. બરોડો સામેની મેચમાં તેણે 5 બોલમાં 5 સિક્સર ફટકારી હતી. શિવમ બે વખત એક ઇનિંગ્સમાં 5 વિકેટ પણ ઝડપી ચૂક્યો છે.
5 વર્ષો સુધી ના રમ્યો ક્રિકેટ શિવમ દુબે પાંચ વર્ષ સુધી ક્રિકેટ રમ્યો ન હતો. તે 14 વર્ષથી લઈને 19 વર્ષની ઉંમર સુધી ક્રિકેટના મેદાનમાંથી દૂર રહ્યો હતો. કારણ કે શિવમનો વજન ઘણું વધારે હતું અને તેને કમરમાં પરેશાની હતી. આ પછી શિવમના પિતાએ તેની ઘણી મદદ કરી હતી અને વજન ઓછું કર્યું હતું. શિવમે 19 વર્ષની ઉંમરમાં ફરી વાપસી કરી હતી અને તેનું ટેલેન્ટ તેને રણજીમાં લઈ આવ્યું હતું. શિવમ દુધ અને બદામ-પિસ્તા ખાય છે. તેને મુંબઈનો સિક્સર કિંગ પણ કહેવાય છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર