આઈપીએલ-2019 માટે જયપુરમાં ખેલાડીઓની હરાજી થશે. કુલ 346 ક્રિકેટર આ હરાજીનો ભાગ બનશે. જેમાંથી 70 ખેલાડી જ પસંદ થશે. હરાજીમાં 8 ફ્રેન્ચાઇઝી મળીને 50 ભારતીય અને 20 વિદેશી ખેલાડી ખરીદી શકશે. બધી ટીમો પાસે કુલ 145 કરોડ 25 લાખ રુપિયા છે. જેમાંથી તે પોતાના મનપસંદ ખેલાડી ખરીદી શકશે.
રાજી માટે સૌથી વધારે બેઝ પ્રાઇઝ 2 કરોડ રુપિયા છે. જેમાં 9 ખેલાડીનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં એકપણ ભારતીય ખેલાડી સામેલ નથી. બ્રેન્ડન મેક્કુલમ, ક્રિસ વોક્સ, લસિથ મલિંગા, શોન માર્શ, સેમ કુરેન, કોલિન ઇન્ગ્રામ, કોરી એન્ડરસન, એન્જલો મેથ્યુસ અને ડાર્સી શોર્ટને 2 કરોડ રુપિયાના ટોપ બ્રેકેટમાં રાખવામાં આવ્યા છે.
ગત વર્ષે ભારતના ખેલાડીઓમાં ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ સૌથી મોંઘો વેચાયો હતો. જેને રાજસ્થાન રોયલ્સે 11.5 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. આ વખતે તે 1.5 કરોડ રુપિયાના બેઝ પ્રાઇઝ બ્રેકેટમાં સામેલ એકમાત્ર ભારતીય છે. 1 કરોડ રુપિયાના બેઝ પ્રાઇઝમાં યુવરાજ સિંહ, અક્ષર પટેલ, રિદ્ધિમાન સાહા અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે.