Home /News /sport /IPL 2023: 10 માં ધોરણમાં કિંગ કોહલીને કેટલા માર્ક હતા? મેથ્સ સાયન્સના માર્ક તો જુઓ
IPL 2023: 10 માં ધોરણમાં કિંગ કોહલીને કેટલા માર્ક હતા? મેથ્સ સાયન્સના માર્ક તો જુઓ
virat kohli 10th marksheet
VIRAT KOHLI: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને તેની 10મા ધોરણની માર્કશીટનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, આ એક રમૂજી વાત છે કે, તમને તમારી માર્કશીટમાં ઓછામાં ઓછું અને તમારું કેરેક્ટરમાં વધુમાં વધુ આપે છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની આગામી સીઝન દરમિયાન વિરાટ કોહલી સારો દેખાવ કરે તેવી ચાહકોને અપેક્ષા છે. આ દરમિયાન કિંગ કોહલીની એક શાનદાર પોસ્ટ વાયરલ થઈ રહી છે. 31 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની શરૂ થશે. આઈપીએલની આ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ફરી એક વખત નવા કેપ્ટનની આગેવાની હેઠળ ટ્રોફી જીતવા પ્રયાસો કરશે.
RCBની સીઝન-ઓપનર મેચ 02 એપ્રિલને રવિવારે એમ ચિન્નાસ્વામગી સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે રમાશે. જોકે આ મેચ પૂર્વે કોહલીએ Koo એપ પર તેનું ધોરણ 10નું રિપોર્ટ કાર્ડ શેર કર્યું છે. કોહલીની પોસ્ટ થોડી જ વારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને તેની 10મા ધોરણની માર્કશીટનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, આ એક રમૂજી વાત છે કે, તમને તમારી માર્કશીટમાં ઓછામાં ઓછું અને તમારું કેરેક્ટરમાં વધુમાં વધુ આપે છે. RCB સ્ટાર બેટરે આ પોસ્ટ શેર કરતા જ ઈન્ટરનેટ પર તે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી.
વિદ્યાર્થી તરીકે કોહલી કેવો પણ રહ્યો હોય પરંતુ કોહલી વિશ્વ ક્રિકેટનો સુપરસ્ટાર બની ગયો છે. તે કિંગ બની ગયો છે. 2008માં ડેબ્યૂ કરીને તે સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ જેવા દિગ્ગજ ખેલાડીઓની નિવૃત્તિ પછી ભારતીય બેટિંગ લાઈનઅપનો આધારસ્તંભ બની ગયો છે. આજની તારીખે કોહલીએ તમામ ફોર્મેટમાં કુલ 75 સદીઓ સાથે 22,000 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. 2014ના અંત સમયથી 2022ની શરૂઆત સુધી 2019 ODI વર્લ્ડ કપ, 2017 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2021 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ જેવી ટોચની ઈવેન્ટોમાં ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ પણ કર્યું છે.
હાલમાં કોહલી IPL 2023 સીઝન માટે તૈયારી કરી રહ્યો છે, જ્યાં તે ફરી એકવાર RCBને કપ જીતાડવા ઉતરશે. કોહલી પાંચ સદી અને 44 અડધી સદી સાથે 129.14ના સ્ટ્રાઈક રેટથી 223 મેચોમાં 6624 રન સાથે IPLમાં સૌથી વધુ રન બનાવનાર ટોચનો ખેલાડી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર