Home /News /sport /IPL 2023 નું શેડ્યુલ આવી ગયું! ચેન્નાઈ અને ગુજરાતની ટીમ કરશે શુભારંભ, અમદાવાદમાં ફાઇનલ

IPL 2023 નું શેડ્યુલ આવી ગયું! ચેન્નાઈ અને ગુજરાતની ટીમ કરશે શુભારંભ, અમદાવાદમાં ફાઇનલ

ipl 2023 schedule

IPL 2023 Schedule: IPL 2023 નું શેડ્યુલ આવી ગયું છે. આ વખતે T20 લીગ કુલ 52 દિવસ ચાલશે અને તેમાં 74 મેચ રમાશે. સૌથી પહેલી મેચ અમદાવાદમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને GUJARAT TITANS ( CSK VS GT ) વચ્ચે રમાશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
IPL 2023 Schedule:  ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર છે. IPL 2023 નું શેડ્યુલ આવી ગયું છે.31 માર્ચથી IPL 2023 શરૂ થશે. આજે ટી20 લીગની નવી સીઝનનું શેડ્યુલ સામે આવી ગયું છે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. T20 લીગ કુલ 52 દિવસ ચાલશે અને તેમાં 74 મેચ રમાશે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ વખત T20 લીગનો ખિતાબ જીત્યો છે, પરંતુ છેલ્લી સિઝનમાં ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા આ વખતે ટીમ પાસેથી સારા પ્રદર્શનની આશા રાખશે. MS ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપરકિંગ્સ પણ 2022માં શાનદાર પ્રદર્શન કરી શકી નહોતી. CSK 4 વખત T20 લીગ ટાઈટલ પણ જીતી ચુક્યું છે.

ગુજરાતી ક્રિકેટ પ્રેમીઓ માટે ડબલ ખુશી 

આ વખતે IPL 2023 ની પહેલી મેચ અમદાવાદમાં રમાવાની છે. તો પહેલી જ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ ટકરાશે. આ સિવાય ફાઇનલ પણ ગુજરાતમાં રમાવાની હોવાથી ગુજરાતી ક્રિકેટ પ્રેમીઓ ગેલમાં આવી ગયા છે.



 આ પણ વાંચો: યુવરાજ સિંહની મા સાથે છૂટાછેડા લઈ યોગરાજે આ અભિનેત્રી સાથે કર્યા લગ્ન, યુવી સિવાય બીજા ત્રણ દીકરા
 4 માર્ચથી મહિલા IPL


BCCI પ્રથમ વખત મહિલા ટી20 લીગનું પણ આયોજન કરી રહ્યું છે. 4 થી 26 માર્ચ દરમિયાન 5 ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાવાની છે. જે પૂરી થયા બાદ 4 દિવસ બાદ IPL શરૂ થશે. પુરુષોની ક્રિકેટ લીગમાં ગત સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સને પ્રથમ વખત તક મળી હતી. અને પહેલી જ સિઝન રમી રહેલી ટીમ ગુજરાત ટાઈટન્સ ટાઇટલ જીતી ગઈ હતી. આ વખતે પણ ફાઇનલ અમદાવાદમાં રમાવાની છે જેના કારણે ગુજરાતનાં ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ છે.



IPL 2023 ની તાજેતરમાં હરાજી કરવામાં આવી હતી અને પંજાબ કિંગ્સે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કેરેન પર મોટી બોલી લગાવી હતી. પંજાબે તેને 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કેરન ટી20 લીગના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ છે. એ સિવાય કેમરૂન ગ્રીન અને બેન સ્ટોક્સ સૌથી મોંઘા ખેલાડીઓ સાબિત થયા હતા.
First published:

Tags: IPL 2023, IPL Latest News, Ipl match, Ipl schedule, ક્રિકેટ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો