Home /News /sport /IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સને પડ્યો મોટો ફટકો! રોહિત શર્મા નહીં રમે શરૂઆતની મેચો, આ ખેલાડી કરશે કેપ્ટન્સી
IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સને પડ્યો મોટો ફટકો! રોહિત શર્મા નહીં રમે શરૂઆતની મેચો, આ ખેલાડી કરશે કેપ્ટન્સી
મુંબઈ ઈન્ડિયન્સને પોલાર્ડ અને પંડ્યા જેવા પ્લેયરની જરુર
MUMBAI INDIANS: IPLની આ સીઝનની કેટલીક મેચોમાં કેપ્ટન રોહિત શર્મા નહીં રમે તેવા અહેવાલ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ શરૂઆતની કેટલીક મેચોમાં વિનિંગ કેપ્ટન ગેરહાજર રહેશે.
IPLની સૌથી સફળ ગણાતી ટીમ મુંબઈ ઈન્ડિયન્સને 2023ની ટુર્નામેંટ પહેલાં જ એક મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. IPLની આ સીઝનની કેટલીક મેચોમાં કેપ્ટન રોહિત શર્મા નહીં રમે તેવા અહેવાલ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કેટલીક મેચોમાં રોહિત શર્માની ગેરહાજરી રહેશે અને તેના સ્થાને સ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે. મુંબઈ ઈન્ડન્સ તેની પ્રથમ મેચ 2 એપ્રિલે બેંગ્લોરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમશે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઓક્ટોબરમાં વનડે વર્લ્ડ કપ બંનેમાં હેલ્થ અને ફિટનેસને યોગ્ય રાખવા માટે પોતાના વર્કલોડને હળવો કરવાની યોજના બનાવી રહ્યો છે. અગાઉ પણ અનેક કિસ્સામાં રોહિત ઈજાને કારણે મેન ઇન બ્લુ માટે ઘણી બધી મેચ ચૂકી ગયો હતો. પરંતુ આ બે ટોચની ક્રિકેટ સીરીઝ માટે તે ટીમ માટે શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવાની તૈયારી કરી રહ્યો છે. તેથી તે સૂર્યકુમારને માત્ર ડગઆઉટમાંથી જ જરૂરી માર્ગદર્શન આપીને અમુક IPL મેચો દરમિયાન આરામ કરીને સુકાની પદ તેને આપશે.
આ અગાઉ પણ રોહિતે ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે આઈપીએલના વ્યસ્ત શિડ્યુઅલને જોતા ખેલાડીઓના વર્કલોડ અંગે ચિંતા વ્યકત કરી હતી. આઈપીએલની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ટીમ માટે સારૂં પ્રદર્શન કરવા પણ ખેલાડીઓને હાકલ કરી હતી.
રોહિતે ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીની હાર બાદ કહ્યું હતુ કે, આ મુદ્દો હવે ફ્રેન્ચાઇઝીસ પર નિર્ભર છે. તેઓ ટીમના માલિક છે. અમે ટીમોને કેટલાક સંકેતો આપ્યા છે. પરંતુ અંતે આ તમામ નિર્ણય ફ્રેન્ચાઇઝીસ પર નિર્ભર છે અને વધુ અગત્યનું કે ખેલાડીઓ જાતે નક્કી કરે. તમામ ખેલાડીઓએ પોતાના બોડીની, હેલ્થની સંભાળ રાખવી પડશે. જો ખેલાડીઓને લાગે કે વધુ પ્રેશર આવી રહ્યું છે અને આરામની જરૂર છે તો તેઓ મેન્ટોર તથા ટીમ મેનેજમેન્ટ સાથે જરૂર વાત કરે. શક્ય હોત તો એક-બે મેચનો વિરામ લઈ શકે છે. જોકે મને શંકા છે કે તે થશે કે કેમ.
ગત વર્ષે પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી છેલ્લા ક્રમે હતી. ત્યારે આ વર્ષે ટીમને રોહીતની સૌથી વધુ જરૂર પડશે. પણ તેના રમવા પર પ્રશ્નો હોવાથી કંગાળ દેખાવ કરનાર મુંબઈની માટે આ IPL સિઝન પણ લોઢાના ચણા સમાન રહેવાની છે. આ ઉપરાંત તાજેતરમાં સૂર્યાનો ફ્લોપ શો અને બુમરાહ-પોલાર્ડની ગેરહાજરી ખૂંચશે. જોકે સૌથી સફળ IPL ટીમને ફરી ઉભા થવા માટે આ અનેરી તક પણ હશે, જે નવા ખેલાડીઓને તેમની કાબેલિયત પુરવાર કરવાનો મોકો આપશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર