Home /News /sport /IPL 2023: અમદાવાદમાં રમાનાર છેલ્લી 2 મેચની ટિકિટો માટે પડાપડી, જાણો કિંમત અને બુકિંગની પ્રક્રિયા

IPL 2023: અમદાવાદમાં રમાનાર છેલ્લી 2 મેચની ટિકિટો માટે પડાપડી, જાણો કિંમત અને બુકિંગની પ્રક્રિયા

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી IPL 2023ની છેલ્લી 2 મેચ જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

IPL 2023 Qualifier 2 Final Tickets: આઇપીએલ 2023ના બીજા ક્વોલિફાયર માટે ટિકિટની કિંમત રૂ.800 થી શરૂ થાય છે. બીજા ક્વોલિફાયર માટે સૌથી મોંઘી ટિકિટ 10,000 રૂપિયા છે.

નવી દિલ્હી: IPL 2023 હવે છેલ્લા તબક્કામાં છે. બે મેચ અને IPLની ચેમ્પિયન ટીમ દુનિયાની સામે હશે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ક્વોલિફાયર-1 અને એલિમિનેટર બાદ કાફલો અમદાવાદ પહોંચ્યો છે. અહીંના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 26 મેના રોજ ક્વોલિફાયર-2 અને IPL 2023ની ફાઈનલ 28 મેના રોજ રમાશે. ક્વોલિફાયર-2માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સ્પર્ધા થશે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ક્વોલિફાયર-1 જીતીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. જે ટીમ ગુજરાત અને મુંબઈમાં ક્વોલિફાયર-2 જીતશે તે ચેન્નાઈ સામે ફાઇનલમાં પ્રવેશ કરશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી IPL 2023ની છેલ્લી 2 મેચ જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્વોલિફાયર-2 અને ફાઈનલની ટિકિટ ખરીદવા માટે સ્ટેડિયમમાં દર્શકોની લાંબી કતારો છે. સૂર્યપ્રકાશ અને આકરી ગરમી પણ ક્રિકેટ ચાહકોના ઉત્સાહને ઓછો કરી શક્યા નથી. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં બેસીને લોકો IPLના બીજા ક્વોલિફાયર અને ફાઈનલની મજા માણવા ટિકિટ ખરીદવા માટે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં પહોંચી રહ્યા છે. આ બંને મેચોની ટિકિટ પણ ઓનલાઈન ખરીદી શકાશે.

આ પણ વાંચો: ધો-10ના રિઝલ્ટમાં મજૂરીકામ કરતા માતા-પિતાની દીકરીઓ અવ્વલ રહી

IPL 2023ના બીજા ક્વોલિફાયર માટે ટિકિટની કિંમત રૂ.800 થી શરૂ થાય છે. બીજા ક્વોલિફાયર માટે સૌથી મોંઘી ટિકિટ 10,000 રૂપિયા છે. જે મુલાકાતીઓ તેને ખરીદશે તેઓ પ્રેસિડન્ટ ગેલેરીમાં બેસી શક્શે. ક્વોલિફાયર-2 અને ફાઈનલની ટિકિટને લઈને ભારે રસાકસી ચાલી રહી છે. IPL 2023 ફાઇનલ માટેની ટિકિટ Paytm Insider પર ઉપલબ્ધ છે. ફાઈનલ માટેની ટિકિટ Paytm એપ અને વેબસાઈટ બંને પર ઉપલબ્ધ છે.



તમને જણાવી દઈએ કે IPL-2023ના ક્વોલિફાયર-1માં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અને એલિમિનેટરમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 81 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું. હવે ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ગુજરાત ટાઈટન્સ સામે થશે જે ક્વોલિફાયર-1માં હારી ગઈ હતી.
First published:

Tags: Cricket News Gujarati, Indian premier league, IPL 2023