Home /News /sport /IPL 2023 શરૂ થાય તે પહેલા જ પંજાબ કિંગ્સને ઝટકો, 6 કરોડનો ખેલાડી ટીમમાંથી આઉટ
IPL 2023 શરૂ થાય તે પહેલા જ પંજાબ કિંગ્સને ઝટકો, 6 કરોડનો ખેલાડી ટીમમાંથી આઉટ
IPL 2023 પહેલા પંજાબ કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. (Punjab kings instagram)
જોની બેયરસ્ટોએ ઈજામાંથી સાજા થયા બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. તે યોર્કશાયર ટીમ સાથે તાલીમ લઈ રહ્યો હતો અને કાઉન્ટી ચેમ્પિયનશિપના ડિવિઝન 2માં રમવાની અપેક્ષા હતી.
નવી દિલ્હી: આઇપીએલ 2023 (IPL 2023) ની શરૂઆત પહેલા જ પંજાબ કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી ખેલાડી જોની બેયરસ્ટો આ સિઝનમાં રમી શકશે નહીં. જોનીને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ડાબા પગમાં ઈજા થઈ હતી. તેનું હાડકું ભાંગી ગયું હતું. બેયરસ્ટોને દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ પહેલા આ ઈજા થઈ હતી. જ્યારે તે મિત્રો સાથે ગોલ્ફ રમી રહ્યો હતો. ESPNcricinfo અનુસાર, ઓસ્ટ્રેલિયાનો અનકેપ્ડ મેથ્યુ શોર્ટ જોની બેયરસ્ટોનું સ્થાન લેશે. પંજાબ કિંગ્સે પણ એક વીડિયો મેસેજ જાહેર કરીને આ અંગેની જાણકારી આપી હતી.
જોની બેયરસ્ટોએ ઈજામાંથી સાજા થયા બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. તે યોર્કશાયર ટીમ સાથે તાલીમ લઈ રહ્યો હતો અને કાઉન્ટી ચેમ્પિયનશિપના ડિવિઝન 2માં રમવાની અપેક્ષા હતી.
સર્જરી બાદ બેયરસ્ટો ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમ્યો નથી. તેણે છેલ્લી ટી-20 જુલાઈમાં જ રમી હતી. ઈજાના કારણે બેયરસ્ટો ટી-20 વર્લ્ડ કપમાં રમ્યો ન હતો. તે વર્લ્ડ કપમાં જોસ બટલર સાથે ઇનિંગ્સની શરૂઆત કરવાનો હતો. આ પછી જોસ બટલર પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશના પ્રવાસે પણ ગયો ન હતો. ત્યાં જ તેને ILT20 માં પણ અબુ ધાબી નાઈટ રાઈડર્સ તરફથી રમવાનું હતું. પરંતુ તે આ લીગમાં પણ રમ્યો નહોતો.
પંજાબ કિંગ્સે IPL 2023 માટે જોની બેયરસ્ટોને જાળવી રાખ્યો છે. 2022ની હરાજીમાં પંજાબે આ અંગ્રેજ વિકેટકીપરને 6.75 કરોડમાં ખરીદ્યો હતો. ગયા વર્ષે બેયરસ્ટોએ 11 ઇનિંગ્સમાં 145ના સ્ટ્રાઇક રેટથી 253 રન બનાવ્યા હતા. તેણે 2 અડધી સદી પણ ફટકારી હતી.
બેયરસ્ટોની જગ્યાએ મેથ્યુ શોર્ટ વિક્ટોરિયા માટે સ્થાનિક ક્રિકેટ રમે છે. તે અત્યાર સુધી 67 ટી-20 રમી ચૂક્યો છે. જેમાં 136ના સ્ટ્રાઈક રેટથી 1409 રન બનાવ્યા છે. તેણે 1 સદી અને 7 અડધી સદી ફટકારી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર