Home /News /sport /IPL 2023 ના શેડ્યુલની જાહેરાત સાથે જ રાજસ્થાન રોયલ્સને મોટો ફટકો, ટીમ ઈન્ડિયામાં રમી ચૂકેલ ખેલાડી આઉટ
IPL 2023 ના શેડ્યુલની જાહેરાત સાથે જ રાજસ્થાન રોયલ્સને મોટો ફટકો, ટીમ ઈન્ડિયામાં રમી ચૂકેલ ખેલાડી આઉટ
prasidh krishna
Prasidh Krushna Injury: Rajasthan Royals ના ટોચના ફાસ્ટ બોલર પ્રસિધ કૃષ્ણા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માંથી બહાર થઈ ગયા છે. પ્રસિધ કૃષ્ણાને પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચર છે અને તે થોડા મહિનાઓ માટે રમતથી દૂર રહેશે.
નવી દિલ્હી: IPL 2023 નું શેડ્યુલ જાહેર થઈ ગયું છે. અને આ સાથે જ રાજસ્થાન રોયલ્સ (RR) ને મોટો ફટકો લાગ્યો છે કારણ કે તેમના ટોચના ફાસ્ટ બોલર પ્રસિધ કૃષ્ણા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માંથી બહાર થઈ ગયા છે. પ્રસિધ કૃષ્ણાને પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચર છે અને તે થોડા મહિનાઓ માટે રમતથી દૂર રહેશે. ફાસ્ટ બોલરે પોતે જ એક ટ્વીટ દ્વારા IPLમાંથી પોતાની ગેરહાજરીની પુષ્ટિ કરી છે. પ્રસિધ કૃષ્ણા IPL 2022 મેગા-ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સ સાથે રૂ. 10 કરોડની જંગી રકમમાં જોડાયા હતા. આ ફાસ્ટ બોલરે ગયા વર્ષે 17 મેચમાં 19 વિકેટ ઝડપી હતી. પ્રસિધ કૃષ્ણાએ ઝિમ્બાબ્વે પ્રવાસ બાદથી કોઈ ઇન્ટરનેશનલ ગેમ રમી નથી.
રાજસ્થાન રોયલ્સનું નિવેદન
રાજસ્થાન રોયલ્સે તેમના નિવેદનમાં કહ્યું હતું કે , "અમે પ્રસિધ કૃષ્ણાને ઈજામાંથી બહાર આવવાની આખી પ્રોસેસમાં ટેકો આપવા અને મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ અને આશા છે કે તે જલ્દી જ સાજો થઈને સારુ પ્રદર્શન કરશે."
અમારો કોચિંગ સ્ટાફ સક્રિયપણે અમારા ટેસ્ટ અને પ્રિપેરેટરી કેમ્પમાંથી ફાસ્ટ બોલરોને શોધી રહ્યો છે અને તાલીમ આપી રહ્યો છે, કારણ કે અમે આ દિગ્ગજ ખેલાડીનો વિકલ્પ પણ શોધી રહ્યા છીએ. કમનસીબે, મેડિકલ સ્ટાફ અને તેમની સાથે પરામર્શ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે તે IPL 2023માં ભાગ લઈ શકશે નહીં. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ આ સિઝનમાં પ્રસિધની ગેરહાજરી વર્તાઇ હતી. તે રમી શક્યો નહોતો.
પ્રસિધ કૃષ્ણાની કેટલાક બીજા બોલરોની ગેરહાજરીમાં પણ ભારતની ODI ટીમનો નિયમિત સભ્ય પણ બન્યો હતો. પરંતુ હવે આ ઈજા તેના 2023 વર્લ્ડ કપ માટે ફિટ થવાની શક્યતાઓને જોખમમાં મૂકી શકે છે. તેણે 2021માં ટેસ્ટ ટીમમાં પણ જગ્યા બનાવી હતી, પરંતુ તે આ ફોર્મેટમાં હજુ સુધી અનકેપ્ડ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર