Home /News /sport /CSK VS GT: અરિજિત, રશમિકા અને તમન્નાએ નાચવ્યું અમદાવાદ, ચાર વર્ષ પછી IPL 2023માં ઓપનિંગ સેરેમની
CSK VS GT: અરિજિત, રશમિકા અને તમન્નાએ નાચવ્યું અમદાવાદ, ચાર વર્ષ પછી IPL 2023માં ઓપનિંગ સેરેમની
ipl 2023 csk vs gt ahmedabad arijit tamanna
IPL 2023 OPENING CEREMONY માં લગભગ 1.15 લાખ દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા છે. મંદિરા બેદીએ હોસ્ટિંગ કર્યું હતું અને સાથે અરિજિત સિવાય તમન્ના ભાટિયા અને અભિનેત્રી રશ્મિકા મંધાનાએ શાનદાર પર્ફોર્મન્સ કર્યું હતું.
અમદાવાદમાં આજે IPL 2023 (Indian Premier League) નો શાનદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. ઓપનિંગ સેરેમનીમાં અરિજીત સિંઘે લોકોને ગીતો ગાઈને નાચવ્યા હતા. સમારોહ જોવા માટે લગભગ 1.15 લાખ દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા છે. મંદિરા બેદીએ હોસ્ટિંગ કર્યું હતું અને સાથે અરિજિત સિવાય તમન્ના ભાટિયા અને અભિનેત્રી રશ્મિકા મંધાનાએ શાનદાર પર્ફોર્મન્સ કર્યું હતું.
અરિજિતના ગીતો પર ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા થીરકતા જોવા મળ્યા હતા. સાથે સેંકડો લોકો પણ નાચી ઉઠ્યા હતા. IPLમાં 4 વર્ષ બાદ ઓપનિંગ સેરેમની થશે અને 3 વર્ષ બાદ ટૂર્નામેન્ટ હોમ અને અવે ફોર્મેટમાં રમાશે. એટલે કે ટીમો પોતાના હોમ ગ્રાઉન્ડ પર 7 લીગ મેચ રમશે અને લીગની બાકીની મેચો સામેની ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમશે. પહેલી મેચમાં ગુજરાતની ટીમ CSK સામે જીતની હેટ્રિક ફટકારવા માંગશે, જ્યારે માહીના ચાહકો ગુજરાત સામે તેની પ્રથમ જીતની રાહ જોશે.
અરિજિત સિંહે પિયાનો વગાડીને IPLની ઓપનિંગ સેરેમનીની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેણે એ વતન મેરે વતન, કેસરિયા અને તુઝે ચાહને લગે હમ સહિતના ઘણા સુપર હિટ ગીતો ગાયા હતા. સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો અરિજીત સિંહના ગીતો પર ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા.
હાર્દિક પંડ્યા ગાયક અરિજીત સિંહના ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જ્યારે ગાયક અરિજીત સિંહ ગીત ગાતો હતો ત્યારે ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક બાઉન્ડ્રીની નજીક ઉભેલો દેખાતો હતો. તેણે અરિજિતના ગીતોનો ભરપૂર આનંદ માણ્યો હતો અને ચાહકો પણ આનંદમાં આવી ગયા હતા.
ગાયક અરિજિત સિંહ પછી, અભિનેત્રી તમન્ના ભાટિયાએ ડાન્સ કર્યો હતો. તમન્નાએ સાઉથના ગીતોથી શરૂઆત કરી હતી.
રશ્મિકાનો શાનદાર ડાન્સ
ત્યાર પછી શ્રીવલ્લી ગર્લ રશ્મિકા મંધાનાએ જાણીતા ગીત નાટુ નાટુ ગીત પર ડાન્સ કર્યો હતો. તેણે પોતાના ડાન્સથી સ્ટેડિયમમાં હાજર પ્રશંસકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર