IPL 2023 Auction: આજે એટલે કે શુક્રવાર 23 ડિસેમ્બરે કોચી (Kochi) માં IPL 2023 માટે ખેલાડીઓની હરાજી યોજવા જઈ રહી છે. આ મિની ઓક્શનમાં વિશ્વભરમાંથી 405 ખેલાડીઓ ભાગ લેશે. આઇપીએલની 10 ફ્રેન્ચાઇઝીએ હરાજી પહેલાં કુલ 163 ખેલાડીઓને રિટેન કર્યા છે. હવે 87 ખેલાડીઓનો સ્લોટ ખાલી છે. આ વખતે હરાજીમાં 30 વિદેશી ખેલાડીઓ ભાગ લેશે. ફ્રેન્ચાઈઝીઓ પાસે કુલ 206.5 કરોડનું ભંડોળ બાકી છે. ભારતીય સમય અનુસાર, બપોરે 2.30 વાગ્યાથી કોચીની ગ્રાન્ડ હયાત હોટલમાં આ હરાજી શરુ થશે.
IPL Auction 2023 LIVE Updates: એક ટીમમાં વધુમાં વધુ કેટલા ખેલાડીઓ હોઈ શકે છે?
IPLની ટીમમાં ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 25 ખેલાડીઓ હોઈ શકે છે. આ 25 ખેલાડીઓમાં 8 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થઈ શકે છે, જ્યારે કોઈ પણ ટીમને પ્લેઈંગ ઈલેવનમાં 4થી વધુ વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરવાની મંજૂરી નથી.
હરાજીમાં અત્યાર સુધી સાઉથ આફ્રિકન ઓલરાઊંડર ક્રિસ મોરિસને સૌથી વધારે રકમ મળી છે. તેને 2021 ના ઓક્શનમાં 16 કરોડથી વધારે રકમમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. જેના કારણે તે સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. ત્યાર બાદ તેનો આ રેકોર્ડ આજે બેન સ્ટોક્સ કે કેમરૂન ગ્રીનની બોલી લગાવવામાં આવે ત્યારે તૂટે તેવી શક્યતા દેખાઈ રહી છે.
IPL Auction 2023 LIVE Updates: કયા ખેલાડીઓ પર નજર રહેશે?
IPL Auction 2023 LIVE Updates: હરાજી કરનાર કોણ છે?
હરું એડમીડ્સ (Haru Amids) IPL ઓક્શનરની ભૂમિકામાં હશે. એડમેડ્સ એ જ હરાજી કરનાર છે, જેની તબિયત ગત હરાજી દરમિયાન બગડી હતી. જે બાદ ચારુ શર્માએ હરાજી કરવાની જવાબદારી સંભાળી હતી. એડમીડ્સ 2018થી આ પદ પર છે. અગાઉ રિચર્ડ મેડલી આ પદભાર સંભાળતા હતા.
IPL Auction 2023 LIVE Updates: કોના પર્સમાં કેટલા રૂપિયા?
મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટીમ કે જેણે 5 વખતની ચેમ્પિયનશિપ નોંધાવી છે, તે IPL 2023ની હરાજીમાં રૂ. 20.55 કરોડ સાથે પ્રવેશ કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સના (Chennai super kings) પર્સમાં 20.45 કરોડ રૂપિયા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrise hyderabad) સૌથી વધુ 42.25 કરોડની રકમ સાથે હરાજીમાં ઉતરશે. સનરાઇઝર્સ ટીમ પાસે કેપ્ટન નથી. લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow super giant) પાસે રૂ. 23.35 કરોડ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર