Home /News /sport /IPL 2023 Auction: પ્રતિબંધ છતાં 10 વર્ષ સુધી ધૂમ મચાવતો રહ્યો પાકિસ્તાની બોલર, કોઈ તોડી નહોતું શક્યું રેકોર્ડ
IPL 2023 Auction: પ્રતિબંધ છતાં 10 વર્ષ સુધી ધૂમ મચાવતો રહ્યો પાકિસ્તાની બોલર, કોઈ તોડી નહોતું શક્યું રેકોર્ડ
IPL માં છવાયેલો
પાકિસ્તાની ક્રિકેટર
IPL MINI AUCTION 2022: પાકિસ્તાનના ઘણા ખેલાડીઓ ભારત આવીને IPLનો ભાગ બનવા માંગે છે, પરંતુ બંને દેશોની સરકારો વચ્ચે કડવા સંબંધોને કારણે તેમનું IPL રમવું શક્ય નથી. પણ એક ખેલાડીનો રેકોર્ડ દસ વર્ષ સુધી અમર રહ્યો હતો. જાણો આ ખેલાડી અંગે
IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે આ વર્ષે 23 ડિસેમ્બર એટલે કે શુક્રવારનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. આવતા વર્ષે યોજાનારી ટુર્નામેન્ટ માટે આજે મિની હરાજી યોજાવાની છે. જેમાં વિદેશી ખેલાડીઓ પર સૌથી વધુ નજર રહેશે. આ સાથે ઓસ્ટ્રેલિયાના ICC ટી-20 વર્લ્ડ કપમાં સારો દેખાવ કરનારા ઘણા ખેલાડીઓ પર પણ નજર રહેશે. જોકે, પ્રતિબંધના કારણે પાકિસ્તાનના ખેલાડીઓ IPL નહીં રમી શકે.
પાકિસ્તાનના ઘણા ખેલાડીઓ ભારત આવીને IPLનો ભાગ બનવા માંગે છે, પરંતુ બંને દેશોની સરકારો વચ્ચે કડવા સંબંધોને કારણે તેમનું IPL રમવું શક્ય નથી.
નોંધનીય છે કે, 2008માં રમાયેલી આ ટૂર્નામેન્ટની પ્રથમ સિઝનમાં પાકિસ્તાનના 11 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જોકે, વર્ષ 2008ના મુંબઈ હુમલા બાદ BCCI અને ભારત સરકારે પાકિસ્તાની ખેલાડીઓના IPLમાં રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ હજી સુધી યથાવત જ છે.
પાકિસ્તાની ખેલાડીનો IPLમાં રેકોર્ડ
વર્ષ 2008માં IPLની પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમ ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને પ્રથમ વખત ચેમ્પિયન બની હતી. આ મેચમાં પાકિસ્તાનના સોહેલ તનવીરે ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તનવીરે ચેન્નઈ સામે 4 ઓવરમાં 14 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તનવીરનો રેકોર્ડ 2019 સુધી અકબંધ રહ્યો હતો. ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતાં વેસ્ટ ઈન્ડિઝના અલઝારી જોસેફે 3.4 ઓવરમાં 12 રન આપીને 6 વિકેટ ઝડપીને તનવીરનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
2008માં તનવીરે 14 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ વર્ષ 2009માં ભારતીય લિજેન્ડ અનિલ કુંબલે તેની નજીક આવ્યો હતો, પરંતુ થોડાક માટે ચૂકી ગયો હતો. તેણે 3.1 ઓવરમાં 5 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે રાજસ્થાન રોયલ્સ સામે તેણે આ પ્રદર્શન કર્યું હતું. વર્ષ 2016માં એડમ ઝમ્પાએ પૂણે સુપરજાયન્ટ્સ તરફથી રમતાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 19 રન આપીને 6 વિકેટ ઝડપી હતી
" isDesktop="true" id="1306230" >
અહીં ઉલ્લેખનીય છે કે, IPL 2023ની હરાજીમાં 405 ખેલાડીઓ ભાગ લેશે. જેમાં ભારતના 273 અને વિદેશી 132 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં સૌથી મોટું નામ અમિત મિશ્રાનું છે. ઉપરાંત મોહમ્મદ નબી, ડેવિડ વિઝ, મોઇસેસ હેનરિસ્ક અને સિકંદર રઝા જેવા ખેલાડીઓ પર પણ ટીમોની નજર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર