Home /News /sport /IPL 2023: ગુજરાતને મોટો ઝટકો, કેન વિલિયમસન ઇજાગ્રસ્ત, દુખાવાથી પીડાઇ મેદાનની બહાર ગયો

IPL 2023: ગુજરાતને મોટો ઝટકો, કેન વિલિયમસન ઇજાગ્રસ્ત, દુખાવાથી પીડાઇ મેદાનની બહાર ગયો

કેન વિલિયમસન ઇજાગ્રસ્ત (Kane Williamson/Instagram)

આ અકસ્માત ચેન્નાઈની બેટિંગ દરમિયાન 13મી ઓવરમાં થયો હતો. જ્યારે CSKના ઓપનર ઋતુરાજ ગાયકવાડે જોરદાર શોટ માર્યો હતો. બાઉન્ડ્રીની નજીક ફિલ્ડિંગ કરતા વિલિયમસને લાંબી છલાંગ લગાવીને બોલને કેચ કરવાનો પ્રયાસ કર્યો હતો.

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (Indian Premier League 2023)ની પ્રથમ મેચમાં જ ગુજરાત ટાઇટન્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જીટીનો અનુભવી બેટ્સમેન કેન વિલિયમસન (Kane Williamson) મેદાનમાં ફિલ્ડીંગ કરતી વખતે ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો છે. તેની ઈજાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેને સારવાર માટે મેદાનની બહાર લઈ જવામાં આવ્યો છે.

વિલિયમસન કેચ કરતી વખતે ઘાયલ થયો હતો:

આ અકસ્માત ચેન્નાઈની બેટિંગ દરમિયાન 13મી ઓવરમાં થયો હતો. જ્યારે CSKના ઓપનર ઋતુરાજ ગાયકવાડે જોરદાર શોટ માર્યો હતો. બાઉન્ડ્રીની નજીક ફિલ્ડિંગ કરતા વિલિયમસને લાંબી છલાંગ લગાવીને બોલને કેચ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે તેમાં નિષ્ફળ રહ્યો હતો. આ દરમિયાન તેના પગ પર પડી જવાથી તે પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ પણ વાંચો: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જોઈને આંખો અંજાઇ જશે; ફોટોમાં જુઓ NMACC ઝાંકી

વિલિયમસનની ઈજાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે મેદાનમાં એક વખત પડી ગયા બાદ પોતાની મેળે ઊભો થઈ શકતો ન હતો. આ દરમિયાન તે તેના ઘૂંટણને પકડીને દુખાવાથી પીડાતો જોવા મળ્યો હતો. જે બાદ જીટીના મેડિકલ એડવાઈઝર તેને મેદાનની બહાર લઈ ગયા હતા. વિલિયમસનની ઈજા કેટલી ગંભીર છે તેની સંપૂર્ણ વિગતો હાલમાં સામે આવી નથી.

ઋતુરાજ ગાયકવાડે મેદાનમાં કહેર વર્તાવ્યો

ગુજરાત ટાઇટન્સના બોલરો સામે ઋતુરાજ ગાયકવાડે શાનદાર પ્રદર્શન કર્યું છે. સમાચાર લખાય છે ત્યાં સુધી તેણે કુલ 42 બોલનો સામનો કર્યો છે. આ દરમિયાન તેના બેટમાંથી 190.47ના સ્ટ્રાઈક રેટથી 80 રન નીકળી ગયા છે. ગાયકવાડના બેટમાંથી કુલ ચાર ચોગ્ગા અને આઠ છગ્ગા નીકળ્યા હતા. CSKનો સ્કોર 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 178 રન છે અને ગુજરાતની ટીમને જીતવા માટે 179 રન કરવાના છે.
First published:

Tags: Indian premier league, IPL 2023