Home /News /sport /IPL 2023: ગુજરાત ટાઈટન્સનાં બે ખેલાડીઓ ગયા કોલકાતાની ટીમમાં, હરાજી પહેલા જ ટ્રેડિંગ શરૂ

IPL 2023: ગુજરાત ટાઈટન્સનાં બે ખેલાડીઓ ગયા કોલકાતાની ટીમમાં, હરાજી પહેલા જ ટ્રેડિંગ શરૂ

IPL 2023 અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સે ટ્રેડિંગ દ્વારા ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સના બે ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

IPL 2023 અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સે ટ્રેડિંગ દ્વારા ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સના બે ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

    IPL 2023: ટી ટ્વેન્ટી વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમ સેમિફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ છે. તો બીજી તરફ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન શરૂ થાય તે પહેલા જ ટીમોએ ટ્રેડિંગ દ્વારા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવાનું શરૂ કરી દીધું છે.

    આવતા મહિને યોજાશે હરાજી

    જો કે હરાજી પણ આવતા મહિને યોજાવાની છે અને તે પહેલા જ ટીમોએ એકબીજાની વચ્ચે ખેલાડીઓની આપ-લે શરૂ કરી દીધી છે.  ચેમ્પિયન રહી ચૂકેલી ટીમ  કોલકાતા નાઈટ રાઈડર્સે ટ્રેડિંગ દ્વારા ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સના બે ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

    ગુજરાત ટાઈટન્સ પાસેથી કોલકાતાએ ટ્રેડિંગ માટે બે શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરી છે અને આ બંને ખેલાડીઓ આગામી સિઝનમાં તેમના માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ખેલાડીઓમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનનો પણ સમાવેશ થાય છે.



    ગુજરાત માટે 13 મેચમાં 12 વિકેટ ઝડપી

    ગુજરાત ટાઈટન્સ પાસેથી કોલકાતાએ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને સામેલ કર્યો છે. ફર્ગ્યુસને ગત સિઝનમાં ગુજરાત માટે 13 મેચમાં 12 વિકેટ ઝડપી હતી અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


    ઉલ્લેખનીય છે કે અગાઉ તે કોલકાતા માટે જ રમી રહ્યો હતો પરંતુ છેલ્લી સિઝનમાં ટીમે તેને રીલીઝ કરી દીધો હતો અને અને ગુજરાતે તેને 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.  તો સાથે વિકેટકીપર બેટ્સમેન અફઘાનિસ્તાનનો વિકેટ કીપર-બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ પણ કોલકાતા સાથે જોડાયો છે.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन