Home /News /sport /GT VS CSK: IPL 2023 ની પહેલી જ મેચમાં પડશે વરસાદ? અમદાવાદને લઈને હવામાનની આગાહી

GT VS CSK: IPL 2023 ની પહેલી જ મેચમાં પડશે વરસાદ? અમદાવાદને લઈને હવામાનની આગાહી

ipl 2023 gt vs csk ahmedabad

IPL 2023: આગામી 24 કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદને પગલે ક્રિકેટ પ્રેમીઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જોકે આવતીકાલે શરુ થનારી IPL મેચમાં વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ IPL 2022 (Indian Premier League) સીઝનમાં પોતાની પહેલી જ સિઝનમાં કમાલ કરનારી ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) આ વર્ષે કેવી કમાલ કરી શકશે તે અંગે ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. અને આ વર્ષે તો પહેલી જ મેચમાં ધોનીની ટીમ સામે હોમ ગ્રાઉન્ડમાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગૂજરાત ટાઈટન્સ ટકરાશે.

હોમગ્રાઉન્ડ પર રમશે ગુજરાત ટાઈટન્સ

31મી માર્ચે શરુ થઈ રહેલી સીઝનની પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ (Chennai Super Kings) વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાવાની છે. ગુજરાત ટાઈટન્સ આ વખતે ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પરથી જ IPL 2023ની શરુઆત કરવા જઈ રહી છે. બન્ને ટીમ વચ્ચે સીઝનની શરુઆત સાથે જ કાંટાની ટક્કર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

તો બીજી તરફ મેચના એક જ દિવસ અગાઉ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વરસાદ રીતસરનો કહેર વરસાવી રહ્યો છે આવી સ્થિતિ વચ્ચે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે એટલું જ નહીં કેટલાક વિસ્તારો તો એવા છે જેમાં હજુ પણ આગામી 24 કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે

રાજ્યના વિવિધ વિસ્તારોમાં વારસાદ

રાજ્યના અનેક શહેરોને છુટ્ટો છવાયો વરસાદ ઘમરોળે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જેના કારણે અનેક ખેડૂતોને ચિંતા થવા લાગી છે.

આ પણ વાંચો: IPL 2023: MS Dhoni નો પગાર ઘટ્યો! ટોપ-10 માંથી બહાર ફેંકાયો, હવે કેટલા કરોડ મળશે?

તો બીજી તરફ આવતીકાલે IPL ની 16મી આવ્રુતિની શરૂઆત થઈ રહી છે અને અમદાવાદમાં જ પહેલી મેચ રમાવા જઇ રહી છે. જોકે રાહતના સમાચાર એ છે કે 24 કલાક બાદ વરસાદની શક્યતા ન હોવાનું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવતા ખેડૂતો માટે 24 કલાક બાદ રાહત સમાન આગાહી છે.

અમદાવાદમાં આવતીકાલે વરસાદની શક્યતા નહિવત

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદને પગલે ક્રિકેટ પ્રેમીઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જોકે આવતીકાલે શરુ થનારી IPL મેચમાં વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે. આ પ્રકારની જાહેરાતને પગલે ક્રિકેટ પ્રેમીઓ અને IPL આયોજકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
First published:

Tags: IPL 2023

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો