અમદાવાદ: ઈંડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની શરુઆત આજથી થવા જઈ રહી છે. આ સીઝનની ઓપનિંગ મેચમાં હાલના ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થવાનો છે. બંને ટીમ વચ્ચે અહીં બ્લોકબસ્ટર ટક્કર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમમાં સાંજે 7.30 કલાકે યોજાશે.
મેચ પહેલા સીએસકે માટે થોડી ચિંતાજનક સ્થિતી સામે આવી છે. ટીમના કેપ્ટન એમએસ ધોનીને થોડી દિવસ પહેલા પ્રેક્ટિસ સત્ર દરમિયાન જમણા ઘુંટણમાં ઈજા થઈ હતી. તેના કારણે એમએસ ધોની ગુરુવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં પ્રેક્ટિસ માટે આવ્યા પણ તેમને બેટીંગ કરી નહીં. ત્યારે આવા સમયે ધોનીના રમવા પર સસ્પેન્સ છે. જો ધોની નહીં રમે તો, બેન સ્ટોક્સ અથવા રવીન્દ્ર જાડેજાને કપ્તાનીની જવાબદારી મળી શકે છે. જ્યારે ડેવોન કોન્વે વિકેટકીપની ભૂમિકામાં જોવા મળશે. આમ તો સીએસકે ટીમના સીઈઓ કાશી વિશ્વનાથનને પુરી આશા છે કે, એમએસ ધોની પહેલી મેચ રમશે.
ગુજરાત ટાઈટન્સની ટીમની ચર્ચા કરીએ તો, તેના માટે સારી વાત ખેલાડીઓનું ફોર્મમાં હોવું છે. શુભમન ગિલ પોતાના કરિયરના શાનદાર ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે અને અફઘાની સ્પિનર રાશિદ ખાને પાકિસ્તાન વિરુદ્ધ ટી 20 સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખુદ કપ્તાન હાર્દિક પંડ્યાએ પોતાની ફિટનેસ પર ખૂબ મહેનત કરી છે અને ઈજામાંથી વાપસી બાદ બોલ અને બેટીંગથી પ્રભાવી પ્રદર્શન કરી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર