Home /News /sport /IPL 2023: અમદાવાદની મેચ પહેલા ધોનીના સાથી 'બાપુ'એ ગુજરાતીમાં CSK ફેન્સને શું કહ્યું? જુઓ વીડિયો

IPL 2023: અમદાવાદની મેચ પહેલા ધોનીના સાથી 'બાપુ'એ ગુજરાતીમાં CSK ફેન્સને શું કહ્યું? જુઓ વીડિયો

રવિન્દ્ર જાડેજાનો ગુજરાતીમાં CSK ફેન્સ માટે વીડિયો મેસેજ

IPL 2023, Ravindra Jadeja: CSKના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાના ગુજરાતી ફેન્સને મેચ પહેલા એક ખાસ મેસેજ આપ્યો છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદમાં રમાયેલી મેચનો પણ રવિન્દ્ર જાડેજાએ ઉલ્લેખ કર્યો છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ આજથી IPL 2023 (Indian Premier League)નો પ્રારંભ થઈ રહ્યો છે. પહેલી જ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને એમએસ ધોની (MS Dhoni)ની ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે થવા જઈ રહી છે. આ મેચ પહેલી ધોનીની ટીમના બાપુ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ ગુજરાતીમાં પોતાના ફેન્સને એક ખાસ મેસેજ આપ્યો છે.

દુનિયાના સૌથી વિશાળ ક્રિકેટ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાવાના છે. આ મેચ પહેલા બન્ને ટીમના ખેલાડીઓ તડામાર તૈયારી કરી રહ્યા છે. મેચ પહેલા રવિન્દ્ર જાડેજાએ ગુજરાતમાં અને તે પણ અમદાવાદમાં મેચ થઈ રહી છે ત્યારે ગુજરાતીમાં ફેન્સને ખાસ મેસેજ આપ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે જતી વખતે બાપુએ ફેન્સને સંદેશો મોકલ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદની પીચ અને હવામાન રિપોર્ટ, કેટલો સ્કોર થશે?

બાપુનો CSK ફેન્સને ગુજરાતીમાં મેસેજ


CSKના ટ્વિટર હેન્ડલ પરથી વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં રવિન્દ્ર જાડેજાએ ખુશી વ્યક્ત કરીને પોતાની વાત કહી છે. ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા જણાવે છે કે, "ઘણાં સમય પછી ફૂલ ક્રાઉડ વચ્ચે રમવાનો મોકો મળ્યો છે, બહુ સારું લાગે છે, તમામ CSKના ગુજરાતી ફેન્સને કહેવા માગીશ કે તમે આવો અને ટીમને સપોર્ટ કરો. હાલમાં અમે ઓસ્ટ્રેલિયા સામે અહીં ટેસ્ટ મેચ રમ્યા હતા, અહીંના લોકોનો જે ઉત્સાહ છે તે જોઈને બહુ જ સારું લાગે છે. હું એટલું જ કહીશ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં આવેલું છે ત્યારે તમે અહીં આવો અને CSKની ટીમને સપોર્ટ કરો."


હાલમાં જ બીસીસીઆઈ દ્વારા વાર્ષિક કોન્ટ્રાક્ટ કરીને ખેલાડીઓને અલગ-અલગ ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે, જેમાં રવિન્દ્ર જાડેજાને A ગ્રેડમાંથી પ્રમોટ કરીને A+ ગ્રેડમાં મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ મેચ પહેલા અમદાવાદના આકાશમાં તરતી દેખાઈ IPL ટ્રોફી

નોંધનીય છે કે, હાર્દિક પંડ્યા ગુજરાતનો ક્રિકેટર છે માટે મોટી સંખ્યામાં હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઈટન્સને સપોર્ટ કરવા માટે દર્શકો પહોંચશે ત્યારે જાડેજાએ પણ ગુજરાતીમાં વાત કરીને પોતાની ટીમના ફેન્સને મોટી સંખ્યામાં હાજરી આપવા માટે જણાવ્યું છે.
First published:

Tags: Chennai super kings, CSK, IPL 2023