Home /News /sport /IPL 2023 Auction: ઈંગ્લેન્ડના ખેલાડીઓને જલસા! બેન સ્ટોક્સ, બ્રુક્સ અને સેમ કરને તોડ્યા રેકોર્ડ, અધધ રૂપિયા મળ્યા

IPL 2023 Auction: ઈંગ્લેન્ડના ખેલાડીઓને જલસા! બેન સ્ટોક્સ, બ્રુક્સ અને સેમ કરને તોડ્યા રેકોર્ડ, અધધ રૂપિયા મળ્યા

બેન સ્ટોક્સ ipl auction

IPL 2023 AUCTION: આઈપીએલના ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી બનેલ SAM CURRAN સહિત ઈંગ્લેન્ડના ખેલાડીઓ BAN STOKES અને BROOKS આ વખતે હરાજીમાં બાજી મારી ગયા હતા. જાણો કેટલી રકમ મળી

IPL 2023 ના ઓક્શનમાં આ વખતે ઇંગ્લેન્ડના ખેલાડીઓને ખૂબ ફાયદો થયો છે. કોઈએ ધાર્યું નહીં હોય એટલી રકમ આ ખેલાડીઓને મળી છે. એમાં પણ સેમ કરન તો ઇતિહાસનો સૌથી વધારે મોંઘો ખેલાડી બન્યો હતો. તો બીજી તરફ બૃક્સ અને બેન સ્ટોક્સને પણ ખૂબ મોટી રકમ મળી હતી.

 સ્ટોક્સને ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો


ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ચેન્નાઈ સુપર કિંગ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. સ્ટોક્સ IPL 2022માં રમ્યો ન હતો. સ્ટોક્સની બેઝ પ્રાઇઝ  2 કરોડ રૂપિયા હતી. ચેન્નાઈને સ્ટોક્સના રૂપમાં કેપ્ટનશિપનો દાવેદાર પણ મળ્યો છે. આ સાથે પૂર્વ અનુભવી ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોની જગ્યા પણ પુરાઈ ગઈ છે. બ્રાવોએ આ વર્ષે IPLમાંથી નિવૃત્તિ લીધી છે.

ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન હેરી બ્રુક માટે ફ્રેન્ચાઈઝી વચ્ચે જોરદાર ટક્કર છે. શરૂઆતમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બિડિંગ શરૂ કર્યું હતું. આ પછી RCBએ નામ પાછું ખેંચી લીધું. ત્યાર બાદ રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો થયો હતો. બાદમાં રાજસ્થાને નામ પાછું ખેંચી લીધું હતું. આ રીતે સનરાઇઝર્સ હૈદરાબાદે હેરી બ્રૂકને 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો.  બ્રુકે પાકિસ્તાન સુપર લીગમાં 48 બોલમાં સદી ફટકારી હતી. જેની દેખીતી અસર અહી થઈ હોવાનું માનવમાં આવી રહ્યું છે.


IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો સેમ કરન


સેમ કરણની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. ટી20 વર્લ્ડ કપમાં તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો. ઉપરાંત, તે ફાઇનલમાં ઇંગ્લેન્ડ માટે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. કરણ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલા કેએલ રાહુલ સૌથી મોંઘો ખેલાડી હતો. લખનૌમાં તેમનો પગાર 17 કરોડ રૂપિયા હતો.

આ પણ વાંચો: IPL 2023 Auction: આવવા દે! ગુજરાત ટાઈટન્સે ન્યૂઝીલેન્ડના શાનદાર બેટ્સમેનનને કહ્યું, 'કેન' છો વિલિયમસન?

સેમ કરન આ સાથે હરાજીના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. અગાઉ ક્રિસ મોરિસને રાજસ્થાને 2021માં 16.25 કરોડમાં ખરીદ્યો હતો. કરન આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી પણ બન્યો હતો. સેમ કરન આ પહેલા પંજાબ કિંગ્સ તરફથી પણ રમી ચૂક્યો છે.
First published:

Tags: Auction, Ben stokes, IPL 2023, IPL Auction 2022

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો