Home /News /sport /IPL 2023 Auction: આવવા દે! ગુજરાત ટાઈટન્સે ન્યૂઝીલેન્ડના શાનદાર બેટ્સમેનનને કહ્યું, 'કેન' છો વિલિયમસન?

IPL 2023 Auction: આવવા દે! ગુજરાત ટાઈટન્સે ન્યૂઝીલેન્ડના શાનદાર બેટ્સમેનનને કહ્યું, 'કેન' છો વિલિયમસન?

ગુજરાત ટાઈટન્સે કેન વિલિયમસનને ખરીદી લીધો

Kane Williomson in Gujarat Titans: ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસન માટે બોલી લાગવાની શરૂ થઈ હતી. વિલિયમસન માટે ગુજરાત ટાઈટન્સે બોલી લગાવી હતી. અને વિલિયમસનને આખરે ગુજરાતે જ 2 કરોડ બેઝ પ્રાઇઝમાં ખરીદી લીધો હતો. 

Kane Williomson in Gujarat Titans: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આગામી એડિશન માટે 406 ખેલાડીઓ હરાજીમાં ઉતાર્યા છે. તેમાંથી સૌથી વધારે ખેલાડી ભારતના છે. આઈપીએલના 16માં એડિશન માટે ભારતથી કુલ 714 ખેલાડીએ પોતાના નામ રજિસ્ટર્ડ કર્યા હતા, જેમાંથી બીસીસીઆઈએ 273 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. હરાજીમાં કુલ 87 ખેલાડી જ વેચાશે. આવું એટલા માટે કેમ કે આટલો જ સ્લોટ ખાલી છે. તો આવો જાણીએ ક્યા દેશના કેટલાય ખેલાડી હરાજીમાં પોતાનું નસીબ અજમાવતા દેખાશે.

આજે હરાજી શરૂ થતાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસન માટે બોલી લાગવાની શરૂ થઈ હતી. વિલિયમસન માટે ગુજરાત ટાઈટન્સે બોલી લગાવી હતી. અને વિલિયમસનને આખરે ગુજરાતે જ 2 કરોડ બેઝ પ્રાઇઝમાં ખરીદી લીધો હતો.



ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)- રૂ. 19.25 કરોડ

ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે તેની પ્રથમ સિઝનમાં ટાઇટલ જીત્યા પછ અપેક્ષા મુજબ જ ટીમમાં ઘણા ફેરફારો કર્યા નથી. ગુજરાતની ટીમ જે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, તે ફાસ્ટ-બોલિંગ યુનિટ હશે, જ્યાં ટીમની પાસે હવે લોકી ફર્ગ્યુસન નથી. ટીમને અલઝારી જોસેફ અને મોહમ્મદ શમી માટે બેકઅપની જરૂર પડશે અને તે સંદર્ભમાં વિદેશી ખેલાડીનો વિકલ્પ શોધી શકે છે. બેટિંગનો એક વિશ્વસનીય વિકલ્પ ઉપર પણ ગુજરાતની નજર હશે. સાંઈ સુદર્શન મિડલ ઓર્ડરમાં એકદમ સાતત્યપૂર્ણ હતો, જ્યારે અભિનવ મનોહર ઇનિંગ્સના અંત તરફ યોગ્ય હતો. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ડેવિડ મિલરને ટેકો આપવા માટે બંનેનું ન્યાયપૂર્ણ મિશ્રણ ઈચ્છે છે.

આઇપીએલની 10 ફ્રેન્ચાઇઝીએ હરાજી પહેલાં કુલ 163 ખેલાડીઓને રિટેન કર્યા છે. હવે 87 ખેલાડીઓનો સ્લોટ ખાલી છે. આ વખતે હરાજીમાં 30 વિદેશી ખેલાડીઓ ભાગ લેશે. ફ્રેન્ચાઈઝીઓ પાસે કુલ 206.5 કરોડનું ભંડોળ બાકી છે. ભારતીય સમય અનુસાર, બપોરે 2.30 વાગ્યાથી કોચીની ગ્રાન્ડ હયાત હોટલમાં આ હરાજી થઈ હતી.

આ પણ વાંચો: IPL 2023 Auction: અત્યાર સુધીની હરાજીમાં કયા ખેલાડીને મળ્યા સૌથી વધારે રૂપિયા? કોણ તોડી શકે છે રેકોર્ડ?

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટીમ કે જેણે 5 વખતની ચેમ્પિયનશિપ નોંધાવી છે, તે IPL 2023ની હરાજીમાં રૂ. 20.55 કરોડ સાથે પ્રવેશ કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સના (Chennai super kings) પર્સમાં 20.45 કરોડ રૂપિયા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrise hyderabad) સૌથી વધુ 42.25 કરોડની રકમ સાથે હરાજીમાં ઉતરશે. સનરાઇઝર્સ ટીમ પાસે કેપ્ટન નથી. લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow super giant) પાસે રૂ. 23.35 કરોડ છે.

IPLની ટીમમાં ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 25 ખેલાડીઓ હોઈ શકે છે. આ 25 ખેલાડીઓમાં 8 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થઈ શકે છે, જ્યારે કોઈ પણ ટીમને પ્લેઈંગ ઈલેવનમાં 4થી વધુ વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરવાની મંજૂરી નથી.

હરાજીમાં અત્યાર સુધી સાઉથ આફ્રિકન ઓલરાઊંડર ક્રિસ મોરિસને સૌથી વધારે રકમ મળી છે. તેને 2021 ના ઓક્શનમાં 16 કરોડથી વધારે રકમમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. જેના કારણે તે સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. ત્યાર બાદ તેનો આ રેકોર્ડ આજે બેન સ્ટોક્સ કે કેમરૂન ગ્રીનની બોલી લગાવવામાં આવે ત્યારે તૂટે તેવી શક્યતા દેખાઈ રહી છે.
First published:

Tags: Auction, IPL 2023, Kane williamson