Home /News /sport /IPL Auction: 87 સ્લોટ ખાલી, 405 ખેલાડી, ક્યા દેશના કેટલા ખેલાડી ભાગ લેશે, જાણો સમગ્ર વિગત

IPL Auction: 87 સ્લોટ ખાલી, 405 ખેલાડી, ક્યા દેશના કેટલા ખેલાડી ભાગ લેશે, જાણો સમગ્ર વિગત

ipl 2023 auction

ભારત બાદ ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે ખેલાડી હરાજીમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયા 21 ખેલાડીઓ સાથે બીજા નંબરે જ્યારે સાઉથ આફ્રિકા 22 ખેલાડી સાથે ત્રીજા નંબર પર છે.

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આગામી એડિશન માટે 406 ખેલાડીઓ હરાજીમાં ઉતરશે. તેમાંથી સૌથી વધારે ખેલાડી ભારતના હશે. આઈપીએલના 16માં એડિશન માટે ભારતથી કુલ 714 ખેલાડીએ પોતાના નામ રજિસ્ટર્ડ કર્યા છે, જેમાંથી બીસીસીઆઈએ 273 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. હરાજીમાં કુલ 87 ખેલાડી જ વેચાશે. આવું એટલા માટે કેમ કે આટલો જ સ્લોટ ખાલી છે. તો આવો જાણીએ ક્યા દેશના કેટલાય ખેલાડી હરાજીમાં પોતાનું નસીબ અજમાવતા દેખાશે.

આ પણ વાંચો: IPL 2023: IPLની બ્રાન્ડ વેલ્યુમાં 75 ટકાનો ઉછાળો, 90 હજાર કરોડનો આંકડો થયો પાર

ભારત બાદ ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે ખેલાડી હરાજીમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયા 21 ખેલાડીઓ સાથે બીજા નંબરે જ્યારે સાઉથ આફ્રિકા 22 ખેલાડી સાથે ત્રીજા નંબર પર છે. વેસ્ટઈંડીઝથી 20, ઈગ્લેન્ડથી 27 તો વળી ન્યૂઝીલેન્ડથી 10 ખેલાડી સામેલ થશે. શ્રીલંકાના 10 ખેલાડી જ્યારે અફઘાનિસ્તાન અને આયરલેન્ડના ક્રમશ: 8 અને 4 ખેલાડી હરાજીમાં ભાગ લેશે. આ ઉપરાંત નેધરલેન્ડના એક બાંગ્લાદેશના ચાર તો વળી ઝિમ્બાબ્વેના બે ખેલાડી સામેલ છે. નામીબિયાના 2ને મોકો મળશે. કુલ મળીને વિદેશખી 132 ખેલાડી હરાજીમાં ઉતરી રહ્યા છે.

195 ભારતીય ખેલાડી પહેલી વાર હરાજીમાં ભાગ લેશે


હરાજીમાં સૌથી વધારે 87 ખેલાડી પર બોલી લાગશે. આવું એટલા માટે કેમ કે આટલો જ સ્લોટ ખાલી છે. ભારતના 273માંથી 195 ખેલાડી એવા છે, જેમણે હજુ સુધી કોઈ આઈપીએલ ટીમના ડ્રેસિંગરુમ શેર નથી કર્યો. એટલે કે પહેલી વાર તેમને આઈપીએલનો કોન્ટ્રાક્ટ મળશે. જ્યારે બાકી વધેલા 78 ખેલાડી એવા છે, જે આઈપીએલ રમી ચુક્યા છે.

અમિત મિશ્રા સૌથી ઉંમરલાયક, અફઘાનિસ્તાનના ગઝાનફર સૌથી યુવાન


આઈપીએલ 2023 ઓક્શનમાં સૌથી ઉંમરલાયક ખેલાડી તરીકે ભારતના લેગ સ્પિનર અમિત મિશ્રા છે, તો વળી અફઘાનિસ્તાનના 15 વર્ષિય અલ્લાહ મોહમ્મદ ગઝાનફર સૌથી યુવાન ખેલાડી તરીકે હરાજીમાં ભાગ લેશે.
First published:

Tags: IPL Latest News