Home /News /sport /IPL 2022માં સામેલ થશે 10 ટીમો, 8 ટીમોની આ અંતિમ સીઝન, અમદાવાદની ટીમ બનશે મજબૂત દાવેદાર

IPL 2022માં સામેલ થશે 10 ટીમો, 8 ટીમોની આ અંતિમ સીઝન, અમદાવાદની ટીમ બનશે મજબૂત દાવેદાર

IPL 2022માં સામેલ થશે 10 ટીમો રમશે. તસવીર- IPL/Twitter

IPL ટી-20 ટૂર્નામેન્ટમાં ધૂમ મચાવનાર નવા શહેરમાં પુણે અને લખનઉ અને અમદાવાદ(Ahmedabad) મજબૂત દાવેદાર બની રહી છે. કાનપુર ગુવહાટી, ઈન્દોર, કોચ્ચિ. રાયપુર અને ત્રિવેદ્રમને રોસ્ટરમાં બે નવા સ્થાનની દાવેદારી પણ હોઈ શકે છે.

  નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 સીઝન યુએઈમાં ફરી શરૂ થવાની નજીક છે, પરંતુ તેની સાથે 2022 (IPL 2022) સીઝનની તૈયારીઓ પણ ચાલી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ખજાનચી અરુણ ધૂમલ (Arun Dhumal)ના જણાવ્યા અનુસાર, આગામી સિઝનમાં લીગમાં વધુ બે ફ્રેન્ચાઇઝી ઉમેરવા માટે કામ ચાલી રહ્યું છે. બીસીસીઆઈ(BCCI)ને 2021 સીઝન પહેલા રોસ્ટરમાં વધુ બે ટીમો ઉમેરવાની અપેક્ષા હતી, પરંતુ કોવિડ -19 (Covide-19)રોગચાળાના સંક્રમણથી તે મુશ્કેલ બન્યું.

  અરુણ ધૂમલે ઇનસાઇડ સ્પોર્ટ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, દરેકની નજર હવે આઇપીએલ તરફ છે. અમને ખાતરી છે કે, તે યુએઈમાં એક આકર્ષક ટુર્નામેન્ટ હશે. આઠ ટીમો સાથે આઈપીએલની આ છેલ્લી સીઝન હશે. ચોક્કસપણે આગલી વખતે 10 ટીમો હશે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, બંને ટીમો ક્યાં સુધી જોડાઈ શકે છે? સંભવિત સમયરેખા વિશે પૂછતાં, ખજાનચીએ આ બાબતે વિસ્તૃત માહિતી આપવાનો ઇનકાર કર્યો.

  આઈપીએલ ટી 20 ટુર્નામેન્ટમાં ધમાલ મચાવનારા નવા શહેરો માટે પૂણે, લખનૌ અને અમદાવાદ ટોચના દાવેદાર છે. કાનૂર, ગુવાહાટી, ઇન્દોર, કોચી, રાયપુર અને ત્રિવેન્દ્રમ રોસ્ટરમાં બે નવા સ્થાનો માટે અન્ય દાવેદારોમાં હોઈ શકે છે. ટી 20 લીગમાં કોવિડ -19 ના પ્રકોપને કારણે મધ્ય-સીઝનને સ્થગિત કર્યા પછી, બીસીસીઆઈ આગામી વખતે ભારતમાં આઈપીએલની સંપૂર્ણ સીઝનનું આયોજન કરવા આતુર છે. યુએઈમાં ઉંચા ખર્ચને કારણે બોર્ડ તેમજ ફ્રેન્ચાઈઝીઓને તેમના નફામાં ઘટાડો કરવો પડ્યો છે.

  બે નવી ફ્રેન્ચાઇઝીઓ પણ આગામી વર્ષથી લીગમાં વધુ નાણાંનું રોકાણ કરશે. જો કે, બીસીસીઆઈએ 10 ટીમોની સિઝન માટે ફોર્મેટને હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. જણાવી દઈએ કે IPL 2021 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી UAE માં રમાશે. આ તબક્કાની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

  આ પણ વાંચો: Tokyo Paralympics 2020: પેરા ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓનો જાણો સંપૂર્ણ સિડ્યુલ

  બીસીસીઆઈને કહેવામાં આવ્યું છે ,કે સંયુક્ત આરબ અમીરાતમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી આઈપીએલ 2021ના ​​બીજા તબક્કામાં દર્શકોને મંજૂરી આપવામાં કોઈ સમસ્યા નથી. અગાઉ, અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB)ના મહાસચિવ મુબાશીર ઉસ્માનીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને UAE સરકાર સાથે દર્શકોને સ્ટેન્ડ પર પાછા ફરવા દેવા અંગે વાત કરશે. BCCIના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું કે, BCCI 'પ્રેક્ષકો રાખવા માંગે છે', પરંતુ ખેલાડીઓ અને લોકોની સલામતીના ખર્ચી નહીં.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Ipl 2021, ક્રિકેટ ન્યૂઝ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन