Home /News /sport /IPLથી ઘરે પરત ફરેલા ધવન પર તૂટી પડ્યા તેના પિતા, પોલીસ બચાવમાં આવી પણ..

IPLથી ઘરે પરત ફરેલા ધવન પર તૂટી પડ્યા તેના પિતા, પોલીસ બચાવમાં આવી પણ..

આ વીડિયો ખુદ ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ (Shikhar dhwan on Instagram) પર શેર કર્યો છે (ક્રેડિટ: Shikhar Dhawan/Instagram)

IPL 2022 - એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધવનના પિતા તેને માર મારતા જોવા મળી રહ્યા છે

નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2022)ની 15મી સિઝન હવે પૂર્ણ થવાના આરે છે. રવિવારે 29 મે ના રોજ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાશે. આ દરમિયાન ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન (Shikhar dhawan)નો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધવનના પિતા તેને માર મારતા જોવા મળી રહ્યા છે. આસપાસ કેટલાક લોકો ધવનને મારથી બચાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. જોકે, ધવન પર ઘણી કિક અને મુક્કાઓનો વરસાદ થઇ રહ્યો છે!

આ વીડિયો ખુદ ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ (Shikhar dhwan on Instagram) પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ધવન ઘરમાં પ્રવેશ કરે છે કે તરત જ તેના પિતા તેના પર તૂટી પડે છે. પહેલા તેઓ શિખરને લપડાક મારે છે અને ત્યારબાદ નીચે પાડીને લાતથી મારે છે. આ બધું જોઈને નજીકમાં ઊભેલા પોલીસકર્મી તેમને રોકવાનો પ્રયત્ન કરે છે.

આ વીડિયો ધવને માત્ર મનોરંજન માટે જ બનાવ્યો છે. શિખર ધવને આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને કેપ્શન આપ્યું હતું કે, નોક આઉટ માટે ક્વોલિફાઇ ન થવાને કારણે મને મારા પપ્પાએ બહાર ફેંકી દીધો. ધવનનો વીડિયો શેર કર્યા બાદ પ્રશંસકો અનેક કોમેન્ટ્સ અને લાઇક્સ કરી રહ્યા છે.




તારા પપ્પા તારાથી સારા અભિનેતા નીકળ્યા: હરભજન

ભારતના પૂર્વ સ્પિનર હરભજન સિંહે ધવનના પિતાની પ્રશંસા કરતા કહ્યું કે, તેમણે રીલમાં ખૂબ જ સારો અભિનય કર્યો હતો. ભજ્જીએ લખ્યું, તારા પપ્પા તારાથી સારા અભિનેતા નીકળ્યા. શું વાત છે... આ સાથે જ ધવનના સાથી ખેલાડી હરપ્રીત બરાપે લખ્યું, હાહા, અંકલ ઓન ફાયર પાજી.

અહીં ઉલ્લેખનીય છે કે, શિખર ધવન માટે આ સિઝન સારી રહી છે. પંજાબ કિંગ્સના ઓપનર ધવને 14 મેચમાં 38.33ની એવરેજથી 460 રન બનાવ્યા છે. શિખર ધવન આઇપીએલમાં સતત રન બનાવી રહ્યો છે, છેલ્લી 7 સિઝનથી તેણે 450થી વધુ રન બનાવ્યા છે. જોકે તેને આગામી સિરિઝ માટેની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. આઇપીએલ 2022ની મેગા હરાજીમાં પંજાબ કિંગ્સે ધવનને રુપિયા 8.25 કરોડમાં ખરીદ્યો હતો.

બીજી તરફ તેની ટીમ પંજાબ કિંગ્સ (PKBS)નું આ સિઝનમાં આઈપીએલમાં પ્રદર્શન સારું રહ્યું ન હતું. આઈપીએલ 2022ના પોઇન્ટ ટેબલમાં પંજાબ છઠ્ઠા સ્થાને રહ્યું હતું.
First published:

Tags: IPL 2022, Ipl live, IPL Live Score, Shikhar dhawan