Home /News /sport /IPLની નવી 2 ટીમ અંગે મોટા સમાચાર, 20 પાર્ટીએ ટેન્ડર મંગાવ્યા, જાણો ક્યારે થશે હરાજી
IPLની નવી 2 ટીમ અંગે મોટા સમાચાર, 20 પાર્ટીએ ટેન્ડર મંગાવ્યા, જાણો ક્યારે થશે હરાજી
BCCIએ મુંબઈમાં કોવિડ કેસની ગંભીરતાને જોતાં સાઉથ આફ્રિકાને પણ એક વિકલ્પ તરીકે રાખ્યું છે. મુંબઇમાં કોરોના સંક્રમણની સ્થિતિ પર નજર રાખ્યા બાદ વેન્યુ અંગે 20 ફેબ્રુઆરી સુધીમાં અંતિમ નિર્ણય ફ્રેન્ચાઇઝીઓ સુધી પહોંચાડવામાં આવશે.
આ બેઠકમાં UAE દ્વારા IPL 2022ની યજમાનીની સંભાવના પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ફ્રેન્ચાઈઝીના માલિકોએ પણ એકંદરે ઓછા ખર્ચને ધ્યાને રાખીને દક્ષિણ આફ્રિકા કરતાં યુએઈને વધુ પ્રાધાન્ય આપ્યું હતું.
IND VS Pak : મીડિયા રિપોર્ટ્સ મુજબ ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021)માં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) મેચ પછીના દિવસે એટલે કે 25 ઓક્ટોબરે આઈપીએલ (IPL)ની 2 નવી ટીમોની હરાજી થઈ શકે છે.
નવી દિલ્હી. ક્રિકેટ પ્રેમીઓ માટે આ વર્ષ મજેદાર રહ્યું છે. આઈપીએલ (Indian Premier League) ની એક પછી એક મજેદાર મેચ જામ્યા બાદ પૂરી દુનિયાના ક્રિકેટ પ્રેમીઓ 24 ઓક્ટોબર સાથે હવે 25 ઓક્ટોબરની પણ આતુરતાથી રાહ જોતાં હશે. વાત એમ છે કે, ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021)માં 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો થવાનો છે. બંને ટીમ એકબીજા સામે આ ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. સૌ કોઈ આ બંને દેશો વચ્ચેની ક્રિકેટ મેચની રાહ જોઈ બેઠાં છે. તો એના પછીના દિવસે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 2 નવી ટીમની હરાજી પણ થઈ શકે છે. આઈપીએલની આગામી સીઝનમાં નવી ટીમની એન્ટ્રી થવાની છે અને એ 2 ટીમ કઈ હશે તે જાણવા માટે ફેન્સ આતુર છે. તો આ વચ્ચે સમાચાર છે કે 25 ઓક્ટોબરે દુબઈમાં જ આઈપીએલની બે નવી ટીમોની જાહેરાત કરવામાં આવશે. ક્રિકબઝ (cricbuzz)ની રિપોર્ટ અનુસાર, આશરે 20 પાર્ટીએ 2 નવી ફ્રેન્ચાઈઝીઓ માટે ટેન્ડરના આમંત્રણ (ITT) ડોક્યુમેન્ટને ખરીદ્યા છે.
2 હજાર કરોડ રૂપિયા છે બેઝ પ્રાઈઝ હરાજી માટે ટીમની બેઝ કિંમત 2 હજાર કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. બે નવી ફ્રેન્ચાઈઝીઓમાં ઘણાં મોટા ગ્રુપે, નામોએ રસ દેખાડ્યો છે. દુનિયાના સૌથી પોપ્યુલર ફૂટબોલ ક્લબ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ માન્ચેસ્ટર યુનાઈટેડની આઈપીએલ 2022માં એન્ટ્રી થઈ શકે છે.
રિપોર્ટ મુજબ, માન્ચેસ્ટર યુનાઈટેડના માલિક દુનિયાની સૌથી મોટી ટી20 લીગ પર નજર રાખી બેઠાં છે. માન્ચેસ્ટર યુનાઈટેડ ફૂટબોલ ક્લબના માલિક ગ્લેઝર પરિવાર એક ટીમ ખરીદવા માગે છે. આ વિદેશી સંસ્થા આઈપીએલમાં અમુક શરતો સાથે ટીમ ખરીદે તેવી શક્યતા છે. આઈટીટી વિદેશી સંસ્થાઓને આઈટીટી ખરીદવા સાથે બોલી લગાવવાની મંજૂરી એ શરતે આપે છે જો તેઓ બોલી જીતી જાય છે તો ભારતમાં એક કંપની સ્થાપિત કરવી પડશે.
બીસીસીઆઈના અંતિમ નિવેદન મુજબ 10 લાખ રૂપિયાની કિંમત પર ઉપલબ્ધ ટેન્ડર ડોક્યુમેન્ટ્સ લેવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર હતી. સૂત્ર મુજબ ઘણાં લોકોએ વાંચવા અને જાણવા માટે આ ડોક્યુમેન્ટ્સ લીધા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર