કોણ છે CVC કેપિટલ અને RPSG ગ્રુપ, જેમણે ખરીદી અમદાવાદ અને લખનઉની IPL ટીમ

આઈપીએલ -2022માં 8 નહીં પણ 10 ટીમો જોવા મળશે

IPL 2022 News Team Auction: અમદાવાદની ટીમને ખરીદનાર કોણ છે તેના વિશે બધી જ માહિતી

  • Share this:
    નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022માં (IPL 2022) બે નવી ટીમો જોવા મળશે. બીસીસીઆઈએ (BCCI)સોમવારે અમદાવાદ અને લખનઉની (Lucknow)ટીમોની જાહેરાત કરી હતી. અમદાવાદની (Ahmedabad)ટીમને સીવીસી કેપિટલ પાર્ટનર્સે (CVC Capital Partners) અને લખનઉની ટીમને સંજીવ ગોયનકાના RPSG ગ્રુપે (RPSG Group) ખરીદી છે. આ સાથે આઈપીએલ -2022માં 8 નહીં પણ 10 ટીમો જોવા મળશે.

    બંને ટીમોથી બીસીસીઆઈને લગભગ 12715 કરોડ રૂપિયા મળશે. RPSG ગ્રુપે લખનઉને 7090 કરોડ રૂપિયામાં ખરીદી છે જ્યારે અમદાવાદ ટીમને સીવીસી કેપિટલ પાર્ટનર્સે 5625 કરોડમાં ખરીદી છે.

    RPSG

    સંજીવ ગોયનકા આ કંપનીના ચેરમેન છે અને તેનું હેડક્વાર્ટર કોલકાતામાં છે. આ કંપની પાસે 6 બિલિયન ડોલરની અસેટ છે અને સાથે 4 બિલિયન ડોલરની રેવન્યૂ. આ કંપની પાવર એન્ડ એનર્જી, રિટેલ, મેન્યુફેક્ચરિંગ્સ, એફએમસીજી, મીડિયા અને ઇન્ટરટેઇનમેન્ટ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ફિલ્ડમાં કામ કરે છે.

    આ પણ વાંચો - IPL 2022 News Ahmedabad Team: ગુજરાતીઓ આનંદો! 2022ની આઈપીએલમાં રમશે અમદાવાદની ટીમ, CVC Capitalએ જીતી બાજી

    તમને જણાવી દઈએ કે ફક્ત ક્રિકેટ જ નહીં ફૂટબોલની ઇન્ડિયન સુપર લીગમાં આ ગ્રુપની ટીમ એટીકે ભાગ લેશે. કંપની પાસે ફૂટબોલ ક્લબ મોહન બાગાનના મોટાભાગના શેર છે. સાથે અલ્ટિમેટ ટેબલ ટેનિસ લીગમાં ભાગ લેનારી ટીમ RPSG Mavericks Kolkata ટીમ પણ આ ગ્રુપનો ભાગ છે.

    સીવીસી કેપિટલ પાર્ટનર્સ

    પ્રાઇવેટ ઇક્વિટી ફર્મે અમદાવાદની ટીમને ખરીદવા માટે 5600 કરોડથી વધારે ખર્ચ કર્યા છે. આ કંપનીનું મુખ્યાલય લક્ઝમબર્ગ અને લંડનમાં છે. અમદાવાદની ટીમ ખરીદનાર સીવીસી કેપિટલ અમેરિકાની કંપની છે જેની વિશ્વના 25 દેશોમાં ઓફિસ છે. 2019ના ડેટા પ્રમાણે સીવીસી કેપિટલ પાસે 75 બિલિયન ડોલરની અસેટ છે. દુનિયાના વિભિન્ન દેશોમાં કંપનીના લગભગ ત્રણ લાખ કર્મચારી છે.

    આ પણ વાંચો - T20 World Cup 2021: શ્રીલંકા અને બાંગ્લાદેશની મેચમાં બબાલ, લિટન દાસ અને લાહિરુ કુમારા ઝઘડી પડ્યા, જુઓ Video

    સીવીસીની શરૂઆત 1981માં થઇ હતી. કંપનીના મુખ્ય અધિકારી સ્ટીવ કોલ્ટેસ અને ડોનાલ્ડ મેકેન્જી છે. CVC કેપિટલ પાર્ટનર્સે હાલમાં જ સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગા, ફોર્મ્યુલા વન અને રગ્બી લીગમાં ભાગીદારી ખરીદી હતી. દુનિયાભરમાં આ કંપનીની ઓળખ પોતાના શાનદાર ઇન્વેસ્ટમેન્ટ્સ માટે છે.

    10 લાખ રૂપિયાનું હતું હરાજીનું ટેન્ડર, 22 કંપનીઓ હતી મેદાને

    ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2022 માટે કુલ 22 કંપનીઓ મેદાને હતી. નવી 2 ટીમ ખરીદવા માટેના ઓક્શનના ટેન્ડરનો ભાવ રૂપિયા 10 લાખ રાખવામાં આવ્યો હતો અને તેની હરાજીમાં માન્ચેસ્ટર યુનાઇટેડ જેવા ફૂટબૉલ ક્લબની માલિકી ધરાવાતા ધનાઢ્ય લોકોથી લઈને અદાણી પણ મેદાને હતા.
    Published by:Ashish Goyal
    First published: