Home /News /sport /IPL 2022 SRH vs LSG Live Score: લખનઉની જીતમાં આ ત્રણ ખેલાડી ઝળક્યા, હૈદરાબાદને હરાવ્યું

IPL 2022 SRH vs LSG Live Score: લખનઉની જીતમાં આ ત્રણ ખેલાડી ઝળક્યા, હૈદરાબાદને હરાવ્યું

IPL 2022 : SRH vs LSG Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, SRH vs LSG Live Score : લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ-15માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 12 રને વિજય મેળવ્યો

    મુંબઈ : લોકેશ રાહુલ અને દીપક હુડાની અડધી સદી પછી આવેશ ખાનની 4 વિકેટની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ-15માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 12 રને વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 7 વિકેટે 169 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 9 વિકેટે 157 રન બનાવી શક્યું હતું. ટૂર્નામેન્ટ (IPL 2022) માં 3 મેચમાં ટીમની આ બીજી જીત છે. જ્યારે હૈદરાબાદની સતત બીજી હાર છે. કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) અને દીપક હુડ્ડાએ અડધી સદી ફટકારી હતી.

    સનરાઇઝર્સ હૈદરાબાદ

    -આવેશ ખાને 24 રનમાં 4 વિકેટ ઝડપી, હોલ્ડરને 3 વિકેટ મળી.

    -વોશિંગ્ટન સુંદર 18 રને હોલ્ડરનો શિકાર બન્યો,

    -નિકોલસ પૂરન 34 રન બનાવી કેચ આઉટ થયો.

    -રાહુલ ત્રિપાઠીના 30 બોલમાં 5 ફોર, 1 સિક્સર સાથે 44 રન

    -માર્કરામ 12 રને ક્રુણાલ પંડ્યાની ઓવરમાં આઉટ

    -હૈદરાબાદે 6.5 ઓવરમાં 50 રન પુરા કર્યા

    -અભિષેક શર્માના 2 ફોર સાથે 13 રન. આવેશ ખાને બીજી વિકેટ ઝડપી.

    -કેન વિલિયમ્સન 16 રન બનાવી આવેશ ખાનનો શિકાર બન્યો.

    આ પણ વાંચો - જોસ બટલરની ભવિષ્યવાણી... આ ભારતીય ખેલાડી ટૂંક સમયમાં ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમશે

    લખનઉ સુપર જાયન્ટ્સ

    -ક્રુણાલ પંડ્યા 6 રને નટરાજનની ઓવરમાં બોલ્ડ થયો.

    -લોકેશ રાહુલના 50 બોલમાં 6 ફોર, 1 સિક્સર સાથે 68 રન. નટરાજનની ઓવરમાં એલબી આઉટ થયો.

    -દીપક અને રાહુલ વચ્ચે 87 રનની ભાગીદારી

    -દીપક હુડાના 33 બોલમાં 3 ફોર, 3 સિક્સર સાથે 51 રન. લખનઉએ 114 રને 4 વિકેટ ગુમાવી.

    -દીપક હુડાની 31 બોલમાં અને લોકેશ રાહુલની 40 બોલમાં અડધી સદી.

    -લખનઉએ 13.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

    -લખનઉએ 9.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.

    -મનિષ પાંડેના 10 બોલમાં 1 ફોર, 1 સિક્સર સાથે 11 રન.

    -એવિન લેવિસ 1 રને વોશિંગ્ટન સુંદરનો બીજો શિકાર બન્યો.

    -ડી કોક 1 રન બનાવી સુંદરનો શિકાર બન્યો. લખનઉએ 8 રને પ્રથમ વિકેટ ગુમાવી.

    -કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

    આ પણ વાંચો - અવેશ ખાનની ઘાતક બોલિંગ સામે હૈદરાબાદનું કંગાળ પ્રદર્શન, લખનૌની બીજી જીત

    સનરાઇઝર્સ હૈદરાબાદ - કેન વિલિયમ્સન (કેપ્ટન), અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન, એડેન માર્કરામ, અબ્દુલ સમદ, રોમારિયો શેફર્ડ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક.

    લખનઉ સુપર જાયન્ટ્સ - કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટોન ડી કોક, મનીષ પાંડે, ઇવિન લુઇસ, દીપક હુડ્ડા, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, જેસન હોલ્ડર, એન્ડ્રયુ ટાય, રવિ બિશ્નોઇ, આવેશ ખાન.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: IPL 2022, Ipl live, IPL Live Score

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन