Home /News /sport /IPL 2022 SRH vs KKR Score: રાહુલ ત્રિપાઠી, માર્કરામની અડધી સદી, હૈદરાબાદનો આસાન વિજય

IPL 2022 SRH vs KKR Score: રાહુલ ત્રિપાઠી, માર્કરામની અડધી સદી, હૈદરાબાદનો આસાન વિજય

IPL 2022 : SRH vs KKR Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, SRH vs KKR Live Score: રાહુલ ત્રિપાઠીના 71, એડન માર્કરામના અણનમ 68 રન, નીતિશ રાણાના 36 બોલમાં 6 ફોર, 2 સિક્સર સાથે 54 રન

    મુંબઈ : રાહુલ ત્રિપાઠીના 71 અને એડન માર્કરામના અણનમ 68 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-15માં (IPL 2022) કોલકાતા નાઇટ રાઇડર્સ (SRH vs KKR Live Score) સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 8 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 17.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો છે.

    સનરાઇઝર્સ હૈદરાબાદ

    -રસેલે સૌથી વધારે 2 વિકેટ ઝડપી.

    -પૂરન 5 રને અણનમ

    -માર્કરામના 36 બોલમાં 6 ફોર 4 સિક્સર સાથએ અણનમ 68 રન.

    -હૈદરાબાદે 10.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

    -રાહુલ ત્રિપાઠીએ 21 બોલમાં 4 ફોર 4 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.

    -હૈદરાબાદે 6.3 ઓવરમાં 50 રન બનાવ્યા.

    -વિલિયમ્સન 17 રને બોલ્ડ. હૈદરાબાદે 39 રને બીજી વિકેટ ગુમાવી.

    -અભિષેક શર્મા 3 રને કમિન્સની ઓવરમાં બોલ્ડ થયો.

    આ પણ વાંચો - શું ભવિષ્યની યોજનાએ મુંબઈ ઈન્ડિયન્સની ગેમ બગાડી, એક ખોટા દાવથી બાજી પલટાઇ ગઇ

    કોલકાતા નાઇટ રાઇડર્સ

    -કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 8 વિકેટે 175 રન બનાવ્યા

    -ટી નટરાજને સૌથી વધારે 3 વિકેટો ઝડપી.

    -આન્દ્રે રસેલના 25 બોલમાં 4 ફોર, 4 સિક્સર સાથે અણનમ 49 રન

    -કમિન્સ 3 રન બનાવી આઉટ

    -નીતિશ રાણાના 36 બોલમાં 6 ફોર, 2 સિક્સર સાથે 54 રન.

    -શેલ્ડન જેક્સન 7 રને ઉમરાન મલિકની ઓવરમાં આઉટ

    -કોલકાતાના 12.5 ઓવરમાં 100 રન

    -શ્રેયસ ઐયરના 25 બોલમાં 3 ફોર સાથે 28 રન.

    -કોલકાતાના 7.3 ઓવરમાં 50 રન

    -સુનીલ નારાયણ 6 રને કેચઆઉટ થયો

    -વેંકટેશ 6 રને નટરાજનનો શિકાર બન્યો. કેકેઆરે 25 રને 2 વિકેટ ગુમાવી

    -એરોન ફિન્ચ 7 રને જાનસેનનો શિકાર બન્યો.

    -સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આ પણ વાંચો - ગલી ક્રિકેટ રમતો છોકરો કેવી રીતે બની ગયો ઝડપી બોલર, જાણો સંપૂર્ણ કહાણી

    બન્ને ટીમો આ પ્રમાણે છે

    કોલકાતા નાઇટ રાઇડર્સ - એરોન ફિન્ચ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, શેલ્ડન જેક્સન, પેટ કમિન્સ, સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, અમન હકીમ ખાન, વરુણ ચક્રવર્તી.

    સનરાઇઝર્સ હૈદરાબાદ - અભિષેક શર્મા, કેન વિલિયમ્સન, રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન, એડેન માર્કરામ, શશાંક સિંહ, જગદીશ સુચિત, ભુવનેશ્વર કુમાર, માર્કો જાનસેન, ઉમરાન મલિક, ટી નટરાજન.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: IPL 2022, Ipl live, IPL Live Score

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन