મુંબઈ : કેન વિલિયમ્સનના 57 અને અભિષેક શર્માના 42 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-15માં (IPL 2022) ગુજરાત ટાઇટન્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 7 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે (SRH vs GT Live Score) 19.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો છે. ગુજરાતનો આ સિઝનમાં પ્રથમ પરાજય થયો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ
-હૈદરાબાદે 19.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો.
-માર્કરામના 8 બોલમાં અણનમ 12 રન.
-નિકોલસ પૂરનના 18 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે અણનમ 34 રન
-વિલિયમસન્સના 46 બોલમાં 2 ફોર 4 સિક્સર સાથે 57 રન.
-રાહુલ ત્રિપાઠી 17 રને રિટાયર્ડ હર્ટ થયો
-અભિષેક અને વિલિયમ્સન વચ્ચે 8.5 ઓવરમાં 64 રનની ભાગીદારી નોંધાઇ.
-અભિષેક શર્માના 32 બોલમાં 6 ફોર સાથે 42 રન.
આ પણ વાંચો - VIDEO: રાહુલ ત્રિપાઠીએ હવામાં ડાઇવ મારીને એક હાથે પકડયો શાનદાર કેચ, શુભમન ગિલ જોતો જ રહી ગયો ગુજરાત ટાઇટન્સ -હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમાર અને નટરાજને 2-2 વિકેટ ઝડપી.
-ગુજરાત ટાઇટન્સના 20 ઓવરમાં 7 વિકેટે 162 રન.
-રાશિદ ખાન પ્રથમ બોલે આઉટ.
-હાર્દિક પંડ્યાએ 42 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી
-રાહુલ તેવાટિયા 6 રને રન આઉટ થયો
-અભિનવ અને હાર્દિક પંડ્યા વચ્ચે પાંચમી વિકેટ માટે 50 રનની ભાગીદારી.
-અભિનવ મનોહરના 21 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 35 રન. ભુવનેશ્વરની ઓવરમાં કેચ આઉટ થયો.
-ડેવિડ મિલર 12 રને કેચ આઉટ થયો.
-મેથ્યુ વેડના 19 બોલમાં 3 ફોર સાથે 19 રન.
-ગુજરાતે 47 રને બીજી વિકેટ ગુમાવી.
-સુદર્શન 11 રને નટરાજનનો શિકાર બન્યો.
-શુભમન ગિલ 7 રને ભૂવનેશ્વરનો શિકાર બન્યો.
-સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે ગુજરાત ટાઇટન્સ - મેથ્યુ વેડ, શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવાટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુશન, મોહમ્મદ શમી, દર્શન નાલકંડે.
સનરાઇઝર્સ હૈદરાબાદ - અભિષેક શર્મા, કેન વિલિયમ્સન, રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન, એડન માર્કરામ, શશાંક સિંહ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો જાનસન, ઉમરાન મલિક, ટી નટરાજન.
Published by: Ashish Goyal
First published: April 11, 2022, 19:09 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: IPL 2022 , Ipl live , IPL Live Score