Home /News /sport /IPL 2022 SRH vs CSK Score: ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઇ ચમક્યું, હૈદરાબાદ સામે 13 રને વિજય

IPL 2022 SRH vs CSK Score: ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઇ ચમક્યું, હૈદરાબાદ સામે 13 રને વિજય

IPL 2022 : SRH vs CSK Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, SRH vs CSK Live Score: ઋતુરાજ ગાયકવાડના 57 બોલમાં 6 ફોર 6 સિક્સર સાથે 99 રન, ગાયકવાડ અને કોનવે વચ્ચે 17.5 વચ્ચે 182 રનની ભાગીદારી

પૂણે : ઋતુરાજ ગાયકવાડના 99 રન અને ડેવોન કોનવેના અણનમ 85 રનની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ-15માં (IPL 2022) સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH vs CSK Live Score) સામે 13 રને વિજય મેળવ્યો છે. ચેન્નઇએ 20 ઓવરમાં 2 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 6 વિકેટે 189 રન બનાવી શક્યું હતું. ધોનીએ કેપ્ટન તરીકે જવાબદારી સંભાળતા જ ચેન્નઇએ વિજય મેળવ્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ

-નિકોલસ પૂરનના 33 બોલમાં 3 ફોર 6 સિક્સર સાથે અણનમ 64 રન

-શશાંક સિંહ 15 રને મુકેશ ચૌધરીનો શિકાર બન્યો

-હૈદરાબાદે 17.1 ઓવરમાં 150 રન પુરા કર્યા

-વિલિયમ્સનના 37 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 47 રન

-હૈદરાબાદે 11.3 ઓવરમાં 100 રન પુરા કર્યા

-માર્કરામના 10 બોલમાં 17 રન

-રાહુલ ત્રિપાઠી પ્રથમ બોલે ખાતં ખોલાયા વિના આઉટ

-અભિષક અને વિલિયમ્સન વચ્ચે 5.5 ઓવરમાં 58 રનની ભાગીદારી

-અભિષેક શર્માના 24 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 39 રન

-હૈદરાબાદે 4.4 ઓવરમાં 50 રન પુરા કર્યા

આ પણ વાંચો - દિલ્હીના આ ખેલાડીએ સ્પાઈડરમેન બની રાહુલને ત્રીજી સદી બનાવવા ન દીધી, બાઉન્ડ્રીલાઇન પર કેચ કર્યો

ચેન્નઇ સુપર કિંગ્સ

-ગાયકવાડ અને કોનવે વચ્ચે 17.5 વચ્ચે 182 રનની ભાગીદારી

-ઋતુરાજ ગાયકવાડના 57 બોલમાં 6 ફોર 6 સિક્સર સાથે 99 રન

-ચેન્નઇએ 14.4 ઓવરમાં 150 રન પુરા કર્યા

-કોનવેએ 39 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી

-ચેન્નઇએ 10.5 ઓવરમાં 100 રન પુરા કર્યા

-ઋતુરાજ ગાયકવાડે 33 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી

-ચેન્નઇએ 7.3 ઓવરમાં 50 રન પુરા કર્યા

-સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

આ પણ વાંચો - 9 વર્ષથી ક્રિકેટ માટે ઘર ના ગયો, માતા-પિતાને પણ ન સાંભળ્યા, હવે IPLમાં કર્યું શાનદાર ડેબ્યૂ

ચેન્નઇ સુપર કિંગ્સ - ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, ડેવોન કોનવે, અંબાતી રાયડુ, સિમરજીત સિંહ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), મિશેલ સેંટનર, ડ્વેન પ્રિટોરિયસ, મુકેશ ચૌધરી, મહીશ તીક્ષ્ણા.

સનરાઇઝર્સ હૈદરાબાદ - અભિષેક શર્મા, કેન વિલિયમ્સન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડેન માર્કરામ, નિકોલસ પૂરન, શશાંક સિંહ, વોશિંગ્ટન સુંદર, માર્કો યાનેસન, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, ટી નટરાજન.
First published:

Tags: IPL 2022, Ipl live, IPL Live Score

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો