
હાઇલાઇટ્સ
ચહલે 3 વિકેટ ઝડપી, જ્યારે ટ્રેન્ટ બોલ્ટ, પ્રદીશ ક્રિષ્નાએ 2-2 વિકેટ ઝડપી
એડન માર્કરામના 41 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે અણનમ 57 રન
હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટે 149 રન બનાવ્યા. હૈદરાબાદનો 61 રને પરાજય
વોશિંગ્ટન સુંદરના 14 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે 40 રન. 133 રને સાતમી વિકેટ ગુમાવી
હૈદરાબાદે 16.5 ઓવરમાં 100 રન બનાવ્યા
રોમારિયો શેફર્ડના 18 બોલમાં સિક્સર સાથે 24 રન. ચહલની ઓવરમાં બોલ્ડ થયો. હૈદરાબાદે 78 રને છઠ્ઠી વિકેટ ગુમાવી
હૈદરાબાદે 12.4 ઓવરમાં 50 રન પુરા કર્યા
અબ્દુલ શમદ 4 રન બનાવી ચહલનો બીજો શિકાર બન્યો. હૈદરાબાદે 37 રને પાંચમી વિકેટ ગુમાવી
અભિષેક શર્મા 9 રને ચહલનો શિકાર બન્યો. હૈદરાબાદે 29 રને ચોથી વિકેટ ગુમાવી
પૂણે : સંજુ સેમસનની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-2022માં (IPL 2022) સનરાઇઝર્સ હૈદરાબાદ (SH vs RR Live Score)સામે 61 રને વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 210 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 7 વિકેટે 149 રન બનાવી શક્યું હતું.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જાયસ્વાલ, દેવદત્ત પડિક્કલ, સંજૂ સેમસન (કેપ્ટન), શિમરોન હેટમાયેર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, નાથન કૂલ્ટર નાઇલ, યુજવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા.
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, કેન વિલિયમ્સન (કેપ્ટન), નિકોલસ પૂરન, એડેન માર્કરામ, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક.