IPL 2022: આઈપીએલ ( IPL 2022 Schedule)નું શેડ્યુલ સામે આવી ગયું છે અને લગભગ લગટભગ એપ્રિલના પ્રથમ અઠવાડિયાથી ક્રિકેટનો આ મહાસંગ્રામ શરૂ થઈ જશે. ટી-20 લીગની નવી સિઝનમાં હવે 8ના બદલે 10 ટીમ (IPL 2022 Teams) રમશે. પ્રથમ મેચમાં એમ.એસ. ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની થશે. નવી ટીમોના ઉમેરાવાના કારણે મેચની સંખ્યા 60થી વધીને 74 થઈ ગઈ છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ આઈપીએલ 2022 ( IPL 2022 Schedule)ની પ્રથમ મેચ 2 એપ્રિલે થઈ શકે છે. નવી ટીમ ઉમેરાવાના કારમે આવખતે લીગ 60 દિવસ સુધી યોજાશે. જ્યારે આઈપીએલની ફાઇનલ 4 અથવા તો 5 જુનના રોજ રમાઈ શકે છે. તમામ ટીમ પહેલાંની જેમ 14-14 મેચ રમશે જેમાં 7 મેચ તેમણે પોતાના ઘરની બહાર અન્ય મેદાન પર રમવાની રહેશે.
મુંબઈ-ચેન્નાઈ વચ્ચે પહેલી મેચ રમાઈ શરકે છે
ઉદ્ઘાટનમાં ચેન્નાઈ સુપરકિંગ્સનો મુકાબલો મુંભઈ ઈન્ડિયન્સ સામે થઈ શકે છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ 5વાર આઈપીએલ ચેમ્પિયન બન્યું છે જ્યારે સીએસકે ચારવાર જીત્યું છે.
ચેપોકમાં ચેન્નાઈ
અગાઉ ચેન્નાઈમાં 'ચેમ્પિયન્સ કોલ' ઈવેન્ટમાં વાત કરતા બીસીસીઆઈ સેક્રેટેરી જય શાહે સ્પષ્ટપણે જણાવ્યું કે આઈપીએલ 2022નું આયોજન ભારતમાં થશે. જય શાહે કહ્યું, 'હું જાણું છું કે આપ સૌ ચેન્નાઈને ચેપોકમાં રમતી જોવા માંગો છે. જોકે, હવે એ ક્ષણો દૂર નથી. આઈપીએલની 15મી સિઝન ભારતમાં જ યોજાશે અને બે નવી ટીમ સાથે ખાસ ઉત્સુકતાથી સભર હશે'
આ પણ વાંચો : IND vs SA: રાહુલ દ્રવિડ આ ખેલાડીઓનું નસીબ ચમકાવી શકે છે, આફ્રિકા સામે ડેબ્યૂની શક્યતા
મેગા ઓક્શન થશે
જય શાહે આ પ્રસંગે ઉમેર્યુ હતું, ' આગામી દિવસોમાં મેગા ઓક્શન આવી રહ્યુ છે. નવું કોમ્બિેનેશ કેવું રહેશે તે જોવું પણ રસપ્રદ રહેશે. ' આઈપીએલ 2021ની શરૂઆત તો ભારતમાં થઈ હતી પરંતુ કોવિડની વણસેલી સ્થિતિના કારણે પડતી મૂકવી પડી હતી. હવે દુબઈમાં વર્લ્ડટી-20 પહેલાં જ તેનું સમાપન થયું છે.
આ પણ વાંચો : ધનિક પરિવારોની કન્યા સાથે થયા છે આ ક્રિકેટરોના લગ્ન, એક ખેલાડી છે ગુજરાતી
આઈપીએલમાં અમદાવાદની ટીમ ગુજરાત માટે ખાસ
આઈપીએલ 2022માં અમદાવાદની ટીમ રમશે. અમદાવાદની ટીમ સીવીસી કેપિટલે (CVC Capital Ahmedabad IPL Team Bid) કરોડમાં અમદાવાદની ટીમની બોલી લગાવી જીતી હતી. અમદાવાદની ટીમ ખરીદનાર સીવીસી કેપિટલ અમેરિકાની કંપની છે જેની વિશ્વના 25 દેશોમાં ઓફિસ છે આ કંપની ઇક્વિટીમાં કામ કરે છે. આ કંપનીનુ જુન 2021ની દૃષ્ટીએ 165 બિલિયન ડૉલર ફન્ડ છે. અગાઉ આ કંપનીએ ફોર્મ્યુલા 1ના ઈતિહાસની સૌથી મોંઘી બોલી લગાવી હતી. હવે આશરે 5200 કરોડમાં વેચાઈ અમદાવાદની ટીમ. 2019ના ડેટા પ્રમાણે સીવીસી કેપિટલ પાસે 75 બિલિયન ડોલરની અસેટ છે.